આંતરરાજય સાયબર ફોર્ડ કરતાં ૪ ભેજાબાજને સુરત અને જુનાગઢથી ઝડપી પાડી ૧ કરોડ ૯ લાખની છેતરપીડીનો ભેદ ઉકેલાયો

SHARE:

– ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસને સાયબર ફ્રોર્ડનો ભેદ ઉકેલવામાં મળી મોટી સફળતા : ૪ દિવસના રીમાન્ડ ઉપર

– સોશ્યલ મીડીયાના વોટસએપ, ટેલીગ્રામ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ ઉપર ખોટી ઓળખ આપી લીંક મોકલી સાયબર ફોર્ડનું ઓપરેશન પાર પાડનાર ભેજાબાજોને ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે દબોચીયા

– ગુજરાત સહિત અનેક રાજયના લોકો સાથે સાયબર ફોર્ડ કરી બેંક એકાઉન્ટોમાં રૂપિયા જમા કરાવતા હોવાનું આવ્યું છે સામે : સાયબર પી.આઈ વી.આર.ભરવાડ

ભરૂચ,

ગુજરાતમાં અને સમગ્ર રાજયમાં રોજ અનેક લોકો સાયબર ફોર્ડનો ભોગ બનતા હોવાની ફરીયાદો ઉઠતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે સાયબર ફોર્ડોનું પગેરું મેળવવાના પ્રયાસ દરમ્યાન સુરત અને જુનાગઢના ઈસમોના બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયા જમા થયા હોવાનું સામે આવતાં આંતરરાજય સાયબર ફોર્ડનું કારસ્તાન ચલાવનારા ૪ લોકોને ઝડપી પાડી તેઓના ૪ દિવસના રીમાન્ડ મંજુર કરી અન્ય સાયબર ફોર્ડના ગુનાઓના ભેદ ઉકેલવાના પ્રયાસો કર્યા છે.

ફરીયાદીઓને ટ્રેડ યુઝર ગુરનીત રંધાવા જેનું ટ્રેડ આઈ.ડી જેની પ્રોફાઈલ લીંક વોટસએપ ઉપર મોકલી અજાણી વ્યકિત દ્ધારા ઓનલાઈન એકાઉન્ટો ખોલાવી અલગ અલગ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વેચાણ કરી વધુ નફો કમાવવાની લાલચ આપી ભેજાબાજોએ અલગ અલગ ૧૦ એકાઉન્ટમાં ફરીયાદી સાથે ૧ કરોડ ૧૦ લાખ રપ હજાર પ૦૦ જમા કરાવી તથા પ્રથમ વખત ૪૯૩૦ ત્યાર બાદ ૩પ,૦૦૦ એમ કુલ મળી ૩૯,૯૩૦ પરત કરી ૧,૦૯,૮પ,પ૭૦ ની છેતરપીડી કરી હોવાની ફરીયાદ અંકલેશ્વરના ભોગ બનનાર દ્વારા કરવામાં આવતા સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરતાં આરોપી દિવ્યેશ ઉર્ફે દિવો ધીરુભાઈ લાખાભાઈ ભુવા, રહે. બી–ર૦૮ ધર્મજીવન એપાર્ટમેન્ટ, અશ્વિનીકુમાર રોડ વરાછા રોડ, સુરત, મૂળ રહે. રાજકોટ તથા કિશન શરદભાઈ ભુરાભાઈ ધડુક, રહે બી–ર૦૩ સિધ્ધી કોમ્પલેક્ષ, મહાલક્ષ્મી સોસાયટી, પુણા ગામ, તા.ચોયાસી, સુરત, મૂળ રહે. અમરેલીનાઓ દ્ધારા ગુનાના કામે ઈન્ડસઈન્ડ બેંક ઉધના, સુરત ખાતેના કરન્ટ બેંક એકાઉન્ટ નંબર સાથે લીંક કરાવેલ મોબાઈલ નંબર સહિતની વિગતોનો ઉપયોગ કરી કરન્ટ બેંંક એકાઉન્ટ ખોલાવી તેમાં તા.ર૭/૦પ/ર૦રપથી તા.૩૦/૧૦/ર૦રપ દરમ્યાન થયેલા રૂપિયા ર કરોડ ૧૬ લાખ ર૬ હજાર ૧૪૪ રૂપિયાના નાણાંકીય વ્યવહારો થયેલા છે તે પૈકી ફરીયાદી પાસે આ ગુનાના કામે તા.૧૧/૦૭/ર૦રપના રોજ ૧ લાખ જમા કરાવેલ હોય તથા આરોપી ૩ નંબરનો પ્રસાંત સુરેશભાઈ કાનજીભાઈ વઘાસીયા રહે. બી–૩૦૧ લેકયુ રેસીડેન્સી, ન્યુ કોસાદ રોડ, લેક ગાર્ડન અમરેલી, સુરત, તથા આરોપી નં. ૪ રુષપ હરસુખલાલ પોપટભાઈ સતાસીયા રહે. હરીપરા, પ્લોટ ભેસાણ, જુનાગઢ દ્ધારા આ ગુનાના કામે વપરાયેલ ઈન્ડસઈન્ડ બેંક વાપી, બ્રાન્ચ વસલાડ ખાતેના કરન્ટ એકાઉન્ટમાં તા.૧૭/૦૭/ર૦રપ થી તા.ર૯/૧૦/ર૦રપ દરમ્યાન થયેલા ર કરોડ ૪૦ લાખ ૩૬ હજાર ૩૦૪ રૂપિયાનો નાણાંકીય વ્યવહાર થયેલો હોય અને તે પૈકી ફરીયાદી પાસે તા.ર૭/૧૦/ર૦રપના રોજ તથા તા.ર૮/૧૦/ર૦રપના રોજ ૧૦ લાખ જમા કરાવેલ જે સમગ્ર સાયબર ફોર્ડના રૂપિયા જમા કરાવી કૌભાંડ કરતા હોવાનું ફલીત થતાં ચારેય આરોપીની ધરપકડ કરી વધુ સાયબર ફોર્ડના ગુનાના ભેદ ઉકેલવા માટે કોર્ટમાં રજુ કરી વધુ ૪ દિવસના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સાયબર ફોર્ડો સતર્ક હોય છે અને તેમને પકડવા લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થતા હોય છે. સાયબર ક્રાઈમ પોલીસની ટીમે સાયબર ફોર્ડોનું પગેરુ મેળવવા પ્રથમ ફરીયાદીએ જે બેંકોના એકાઉન્ટોમાં રૂપિયા જમા કરાવ્યા તે દિશામાં તપાસ કરી આખરે કરંન્ટ એકાઉન્ટ ધરાવતા સુરત અને જુનાગઢના ભેજાબાજોને ઝડપી પાડતા આખરે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસને સાયબર ફોર્ડ ભેજાબાજોને પકડવામાં મોટી સફળતા મળી ગઈ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!