ભરૂચ રોલ ઓબ્ઝર્વર ઐશ્વર્યા સિંઘની અધ્યક્ષતામાં SIR-2026 સંદર્ભે બેઠક યોજાઈ

SHARE:

ભરૂચ,

ભારતના ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા Special Intensive Revision (SIR) કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીશ્રીઓ અને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

ચૂંટણી આયોના સ્પેશિયલ રોલ ઓબ્ઝર્વર ઐશ્વર્યા સિંઘ (IAS) (સંયુક્ત સચિવ, જલ શક્તિ મંત્રાલય, ભારત સરકાર) ની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી, તમામ મતદાર નોંધણી અધિકારીઓ અને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

SIR-2026 અંતર્ગત ચાલતી કામગીરી અંગે રોલ ઓબ્ઝર્વરશ્રી દ્વારા જિલ્લાના તમામ મતદાર નોંધણી અધિકારીઓ સાથે વિગતવાર સમિક્ષા કરવામાં આવી.બેઠક દરમ્યાન જિલ્લામાં ચાલી રહેલી કામગીરી જેવી કે મેપિંગ, ડિજિટાઈઝેશન, ફોર્મ કલેક્શન,નો-મેપીંગ નોટીસ સુનાવણી અને સ્પેશિયલ કેમ્પના રિપોર્ટનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.રોલ ઓબ્ઝર્વર દ્વારા કોઈપણ લાયક મતદાર બાકી ન રહી જાય તે રીતે ચૂંટણી પંચની માર્ગદર્શીકા અનુસરી કાર્યવાહી કરવા તમામ મતદાર નોંધણી અધિકારીઓને સુચના આપવામાં આવી.ભરૂચ ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે ચાલતી નો-મેપીંગ સુનાવણી સ્થળની રૂબરૂ મુલાકાત લઈ સુનાવણી દરમિયાન હાજર મતદારો તથા વધારાના મદદનીશ મતદાર નોંધણી અધિકારી સાથે રોલ ઓબ્ઝર્વર દ્વારા સંવાદ કરી સુનાવણી પ્રક્રીયાનો પ્રત્યેક્ષ તાગ મેળવવામાં આવ્યો.

રોલ ઓબ્ઝર્વરે જિલ્લાના તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓના પ્રતિભાવ મેળવ્યાં હતા. બેઠકમાં ઉપસ્થિત વિવિધ પક્ષોના પ્રતિનિધિઓએ અત્યાર સુધીની કામગીરી અંગે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને હાલમાં ચાલી રહેલ સુનાવણી અંગે પોતાના સૂચનો રજૂ કર્યા હતા.બાકી નો-મેપીંગ નોટીસ સુનાવણીમાં ઝડપથી કામગીરી પૂર્ણ કરવા વહીવટી તંત્રને સહકાર આપવા હૈયાધારણ આપી હતી.

 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!