google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, May 19, 2024
HomeCrimeભરૂચ એલસીબીની ટીમે રાજપારડી ગામેથી આંકડાનો જુગાર ઝડપી લીધો

ભરૂચ એલસીબીની ટીમે રાજપારડી ગામેથી આંકડાનો જુગાર ઝડપી લીધો

- એલસીબીની ટીમે કુલ રૂપિયા ૧૧ હજારનો મુદ્દામાલ કબ્જે લઈને બે ઈસમો વિરૂધ્ધ ફરિયાદ લખાવી

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ એલસીબીની ટીમે ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામેથી આંકડાનો જુગાર ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ ભરૂચ એલસીબીની ટીમને રાજપારડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે રાજપારડી ગામે જાંબુડા ફળિયામાં રહેતો અરવિંદ સોમાભાઈ વસાવા પોતાની દુકાનમાં બેસીને વરલી મટકાનો હારજીતનો જુગાર રમાડે છે.એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેઈડ કરતા દુકાનમાં બેસીને એક ઈસમ પાટિયું લઈને બોલપેનથી કંઈ લખતો હતો.પોલીસે તેનું નામ પુછતા તેનું નામ અરવિંદ સોમાભાઈ વસાવા હોવાનું જણાવ્યું હતું.પોલીસે તપાસ કરતા આંકડા લખવાની સ્લિપ બુક મળી હતી.જેમાં વિવિધ આંકડા લખેલ હોવાનું જણાયું હતું.એલસીબીની ટીમે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા ૧૧,૧૭૫ નો મુદ્દામાલ કબ્જે લઈને સદર ઈસમને ઝડપી લીધો હતો.ઝડપાયેલ ઈસમના જણાવ્યા મુજબ તે આ આંકડાનો હિસાબ રાજપારડીના મિતેશભાઈ ઉર્ફે ભુરીયો પટેલને આપતો હોવાનું જણાવ્યું હતું.ભરૂચ એલસીબીએ આંકડાના આ ઝડપાયેલ જુગાર સંદર્ભે અરવિંદ સોમાભાઈ વસાવા તેમજ મિતેશ ઉર્ફે ભુરીયો પટેલ બન્ને રહે.રાજપારડી તા.ઝઘડિયા જી.ભરૂચના વિરૂધ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!