google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, May 18, 2024
HomeGujaratભરૂચ લોકસભા ઉમેદવાર ચૈતર વસાવાએ જંબુસરમાં લોક સંપર્ક કર્યો : જલેબી તરવા...

ભરૂચ લોકસભા ઉમેદવાર ચૈતર વસાવાએ જંબુસરમાં લોક સંપર્ક કર્યો : જલેબી તરવા બેસી જતા આકર્ષણનું કેન્દ્ર બન્યા

- પ્રચાર દરમ્યાન નાસ્તા હાઉસ પર ચૈતર વસાવા જલેબી તરવા બેસી જતા આકર્ષણનું કેન્દ્ર બન્યા

(સંજય પટેલ,જંબુસર)
૭ મે ના રોજ ભરૂચ લોકસભાની ચુંટણી યોજવાની છે ત્યારે ભરૂચ બેઠક ઉપર વિવિધ પક્ષોના અને અપક્ષ ઉમેદવાર મળી ૧૩ ઉમેદવરો ચૂંટણી જંગમાં છે. ત્યારે રાજકીય પક્ષો ધ્વારા પ્રચાર પસાર કરવામાં આવી રહ્યો છે.ત્યારે ભરૂચ લોકસભા બેઠક ઉપર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા આજરોજ જંબુસર શહેરી વિસ્તારમાં લોક સંપર્ક માટે એસટી ડેપો સર્કલ પાસે આવી પહોંચ્યા હતા.જ્યાં જંબુસર શહેર તાલુકાના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી ભવ્ય સ્વાગત કર્યું હતું અને જંબુસર શહેરમાં ઢોલ નગારા સાથે એસટી ડેપો સર્કલથી શહેરના નગીના મસ્જિદ,કોટ બારણા,સોની ચકલા,ટંકારી ભાગોળ વિસ્તારમાં પદયાત્રા કરી હતી.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુદાસ મકવાણા,નગરપાલિકા વિપક્ષ નેતા સાકીરભાઇ મલેક,યુથ કોંગ્રેસ પ્રમુખ કેતનભાઇ મકવાણા, મુસ્તાકભાઈ કારભારી,જાવીદભાઈ તલાટી ,કાદર બેક મિર્ઝા સહિત નગરપાલિકા સદસ્યો અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
લોક સંપર્ક દરમ્યાન શહેરીજનો દ્વારા ઠેર ઠેર ઉષ્માભર્યું સ્વાગત કરતા નજરે પડતા હતા તેમજ ચૈતર ભાઈ તુમ આગે બઢો,હમ તુમ્હારે સાથ હૈ ના નારા ગુંજતા હતા.તો બીજી તરફ જંબુસર શહેરના ડેપો વિસ્તાર પાસે આવેલ નાસ્તા હાઉસ પર ચૈતર વસાવા જલેબી તરવા બેસી જતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!