(સંજય પટેલ,જંબુસર)
ભારત અને ગુજરાત સરકાર દ્વારા કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન ૨૦૧૯ મુજબ દરિયા કિનારાના વ્યવસ્થાપન માટે નકશા અને કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ તરીકે ઓળખાય છે.આ ડ્રાફ્ટ નકશાઓ જીપીસીબી દ્વારા ગ્રામ પંચાયતને આપવાનું કાર્ય શરૂ કર્યું છે.આ સી આર ઝેડ ની લોકસુનાવણી આગામી ૩૦ ડિસેમ્બરના રોજ ભરૂચ ખાતે યોજાનાર છે.જે અંતર્ગત જંબુસર તાલુકાના બારા વિભાગ પર્યાવરણ સુરક્ષા સમિતિ તથા પર્યાવરણ મિત્ર અમદાવાદ દ્વારા એપીએમસી હોલ ખાતે જંબુસર તાલુકાના કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં આવતા જૈવિક રીતે સંવેદનશીલ દરિયાઈ અને કાંઠા ક્ષેત્રોના સંરક્ષણ બાબતે જનજાગૃતિ શિબિર યોજાઈ હતી.જેમાં પર્યાવરણ મિત્ર મહેશભાઈ પંડ્યા,બીપીનભાઈ મકવાણા, મહેશભાઈ પરમાર,જન વિકાસ સંસ્થા જેસંગભાઈ ઠાકોર,અંકિતભાઈ મકવાણા,કાજલ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિતો દ્વારા સીઝેડ એમપી નકશાઓ અન્વયે જરૂરી સૂચનો સમજ,સરકારમાં સૂચનો રજૂ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ સહિત દરિયાઈ કિનારે આવેલ સીઆરજેડ વિસ્તારોની સરળ સમજૂતી સંવેદનશીલ ક્ષેત્રોની ઓળખ ૨૦૧૯ કાયદા સુધાર અંગે માહિતી તથા દરિયાકાંઠા વિસ્તારના ગામોની જમીનો, દરિયાઈ માછીમારી કરતાં માછીમારોના પ્રશ્નો અને તેનું કાયદાકીય ઉકેલ અંગે ચર્ચા વિચારણા અને દરિયાના પર્યાવરણ સંરક્ષણની વિગતે ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ પ્રસંગે બારા વિભાગ પર્યાવરણ સમિતિ કાળીદાસભાઈ રાઠોડ,શ્રવણભાઈ રાઠોડ,નિમેષભાઈ રાઠોડ,શંકરભાઈ રાઠોડ, પરિવર્તન ટ્રસ્ટ રિઝવાન ભાઈ, સહીત બારા વિભાગ સરપંચો,સભ્યો તથા પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતા.