(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદામાં કમોસમી વરસાદની અસર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પણ જોવા મળી હતી.ખાસ કરીને સરદાર પટેલની પ્રતિમાનું ઝીરો વિઝીબીલિટી નું દ્રશ્ય સર્જાયુંહતું.તો બીજી તરફ વરસાદ ને કારણે પ્રવાસીઓ અટવાયા હતાં.તો વરસાદમાં પલાળવાની મઝા પણ પ્રવાસીઓએ માણી હતી.આજે વેકેશન ના છેલ્લા રવિવારની રજાનો આનંદ પ્રવાસીઓએ માણ્યો હતો.ખાસ કરીને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી વહેલી સવારથી ધુમ્મસને કારણે ઝીરો વિઝિલિટી નું દ્રશ્ય સર્જયું હતું સરદાર પટેલની મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ હોય ઝાંખી થઈ ગઈ હોય એવું દ્રશ્ય નજરે પડતું હતું.ત્યાર પછી કમોસમી વરસાદ થવાને કારણે પણ વરસાદી માહોલ છવાયો હતો.
આજે રવિવારની રજા હોવાથી અને વેકેશનનો છેલ્લો દિવસ હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા.પરંતુ અચાનક કમોસમી વરસાદ વાતાવરણમાં પલટો આવતા પ્રવાસીઓ વરસાદમાં સાથે છત્રી કે રેનકોટ ન લાવ્યા હોવાને કારણે વરસાદમાં પલળી જતાં દોડ ધામ મચી જ્વા પામી હતી.જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરીગઈ હતી.પ્રવાસીઓ આહલાદક વાતાવરણની મજા માણી રહ્યા હતા.કેટલાક પ્રવાસીઓ તો વરસાદમાં પલળવાની મજા પણ માણી રહ્યા હતા જ્યારે સાતપુરા અને વિંધ્યાચલની ગિરિમાળા વચ્ચે કુદરતી સૌંદર્ય અદભુત સોળે કળાએ ખીલ્યું હતું.જે અદભુત નજારો પ્રવાસીઓ માણી રહ્યા છે.