google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, May 18, 2024
HomeGujaratભરૂચમાં લૂંટેરી દુલ્હનના પાપે એક નિર્દોષ યુવકને જીવતો સળગાવી દેવાનો મામલો :...

ભરૂચમાં લૂંટેરી દુલ્હનના પાપે એક નિર્દોષ યુવકને જીવતો સળગાવી દેવાનો મામલો : લૂંટેરી દુલ્હન કોની કોની પત્ની? : પોલીસની તપાસ શું?

- નિર્દોષ યુવકને જીવતો સળગાવી દેનાર અને લૂંટેરી દુલ્હનનો ભોગ બનેલો હાલતો હત્યાનો આરોપી બની સબ જેલમાં કેદ છે પણ લૂંટેરી દુલ્હન કંચન હજુ કેટલાની પત્ની બનશે?

ભરુચ,
યુવકને જીવતો સળગાવી દેવાના પ્રકરણમાં નિર્દોષ યુવકે જીવતો ગુમાવ્યો અને સળગાવી દેનાર આરોપી સામે હત્યા નો ગુનો દાખલ પણ કરાયો પણ સળગાવી દેનાર લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો હોવાના પ્રકરણમાં લૂંટેરી દુલ્હન અત્યાર સુધી કેટલાની પત્ની બની અને લૂંટેરી દુલ્હન અને તેના પરિવારે પતિને પણ જાહેરમાં જીવતો સળગાવી દેવાની ધમકી આપી કાઢી મુક્યા હોવાના ઓડિયો સાથે કંચનએ સંખ્યા બંધ લોકો સાથે લગ્ન કરી છેતરપિંડી કરી હોવાના પુરાવા લૂંટેરી દુલ્હનના પતિએ લાવીને મૂકી દીધા છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વસંતમિલની ચાલ જૂની વાડી વિસ્તારમાં રહેતા કિશન વસાવાને એક અજાણ્યા વ્યક્તિએ ભરબપોરે જીવતો સળગાવી રફુચક્કર થવાના મામલામાં ભરૂચ પોલીસે અજાણયા વ્યક્તિને શોધી નાંખતા દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીની ઘરપકડ કરવામાં આવતા કિશન વસાવા ના ઘરમાં દુલ્હન તરીકે કંચન વસાવાને બતાવવામાં આવી હતી અને લગ્ન માટે 1.65 લાખ રૂપિયા લીધા બાદ કંચન આરોપી દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકી સાથે જતી ન હોય જેના કારણે લૂંટેરી દુલ્હન નો ભોગ બન્યો હોય અને રૂપિયા પાછા ન મળતા કંચનના પરિવારના કોઈ સભ્યને જીવતો સળગાવી દેવાનું મન બનાવી નવસારીથી જ પ્લાન બનાવી ગુનાને અંજામ આપ્યો હોવાનો ભાંડો ફૂટ્યો હતો અને સમગ્ર પ્રકરણમાં લૂંટેરી દુલ્હનનો ભોગ બનેલ હત્યારાની ફરિયાદ પણ લીધી હતી.
લૂંટેરી દુલ્હન કંચન તથા લગ્ન કરાવનાર શીલા તથા અન્ય લોકો સામે ફરિયાદ દાખલ થતા જ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી.પરંતુ લૂંટેરી દુલ્હન કંચને અત્યાર સુધીમાં કેટલાય લોકો સાથે લગ્ન કરી રૂપિયા પડાવ્યા છે.તેનો ભાંડો કંચનના પતિએ ફોડી નાખ્યો છે અને કંચનના પતિ ને પણ સસરાએ ભરબજારમાં જીવતો સળગાવી દેવાની ધમકી આપી હોય તે બાબતના ઓડિયો સાથે જમાઈએ પોલીસ ફરિયાદ આપી છે અને સાથે કંચને સંખ્યાબંધ લોકોને લગ્ન કરી છેતર્યા હોવાના ફોટા અને પુરાવા પણ જમાઈએ મીડિયા સમક્ષ રજુ કર્યા છે.
કંચન રૂપિયા માટે ધણી જગ્યાએ કુંવારી બનીને ઘણા યુવકોને ફસાવ્યા છે અને રૂપિયા વસૂલ્યા છે અને હવે તો મારા સસરાએ મને જીવતો સળગાવી દેવાની ધમકી આપી છે અને મારી બંને છોકરીઓને વેચી દેવાની પણ ધમકી આપી છે.કંચન અને શીલા સાથે આખી ગેંગ કુંવારા પુરુષોને ભોગ બનાવી રહ્યા છે અને અત્યારે ભરૂચમાં જે નિર્દોષ યુવકનો ભોગ લેવાયો છે અને ત્યાર બાદ કંચન મારી પત્ની કેટલા લોકો સાથે લગ્ન કરી ચુકી છે તેની તપાસ કરતા તેના મોબાઈલ માંથી ઘણા પુરુષો સાથેના ફોટા અને કંચનના લીધે ભોગ બનેલા લોકોએ આપઘાત પણ કર્યો હોવાના વિડીયો પણ મળી આવ્યા છે અને મારી દીકરીઓને કંચન ને તેની ગેંગ વેચી દેશે તેવી ધમકી આપતા માટે મીડિયાનો સહારો લેવો પડયો છે.
કંચન મારી પત્ની લગ્ને લગ્ને કુંવારી છે અને મારી પત્નીએ એક નિર્દોષ પુરુષ સાથે લગ્ન કરી તેની સાથે છેતરપિંડી કરી અને છેતરાયેલા પુરુષે બદલો લેવા જે ઘરમાં મારી પત્નીને દુલ્હન તરીકે બતાવી હતી તેના ઘરના સભ્યને જીવતો સળગાવી તેની હત્યા કરી નાખી છે.કંચને મારા ઘરમાં આ કૃત્ય કર્યું હોત અને છેતરાયેલા પુરુષે મારી છોકરીઓને સળગાવી દીધી હોત તો કોણ બેલી.મારી દીકરીઓની સુરક્ષા માટે મીડિયાને શરણે છું હજુ ન્યાય નહિ મળે તો નામદાર કોર્ટના દ્વાર ખાખાવીશ પણ મારી દીકરીઓની જીંદગી બરબાદ નહિ થવા દઉં.કંચને કાઠિયાવાડ તરફ પણ એક પુરુષને ભોગ બનાવ્યો છે અને તેને આપઘાત ની કોશિશ કરી હોવાના વિડીયો પણ મારી પાસે આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!