google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, September 15, 2024
HomeCrimeદારૂના નશામાં પિતા હેવાન બન્યો : ૬ વર્ષના પુત્રને જમીન પર પટકી...

દારૂના નશામાં પિતા હેવાન બન્યો : ૬ વર્ષના પુત્રને જમીન પર પટકી પટકીને ઢોરમાર માર્યો!

- નર્મદા જીલ્લાની શરમજનક ઘટના સામે આવી : માતા અને દાદા ૬ વર્ષીય પુત્રને ૧૦૮માં અર્ધબેભાન હાલતમાં સાગબારા સીએચસીમાં લઈ ગયા - બાળ કલ્યાણ સમિતિએ કેસ હાથમા લીધો - સરકાર ૫ક્ષે ફરિયાદી બની પિતાને કાયદાના કડક પાઠ ભણાવવા બાળ કલ્યાણ સમિતિએ જિલ્લા પોલીસ અધિક્ષકને કરી લેખિત ફરિયાદ - ચિલ્ડ્રન હોમ ફોર બોયઝની કચેરીએ બાલ કલ્યાણ સમિતિ (ચાઈલ્ડ વેલફેર કમિટી )ની મહત્વની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય - નર્મદા પોલીસ કરશે આગળની કાર્યવાહી

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
દિવાળીનો તહેવાર લોકો પોતાનાં પરિવાર સાથે ધામધુમથી ઉજવતા હોય છે.તો બીજી બાજુ ૧૨ તારીખે રાત્રે સાગબારાના એક ગામે દારૂના નશામાં ચકનાચુર પિતાએ ૬ વર્ષના પુત્રને જમીન પર પટકી પટકીને માર માર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે.જો કે પુત્રની માતાઅને દાદા ૧૦૮ માં અર્ધ બેભાનહાલતમાં પોતાનાં પુત્રને સાગબારા સીએચસી ખાતે લઈ આવ્યા હતા.ત્યાં હાજર તબીબે પ્રાથમિક સારવારબાદ ગંભીર ઘાયલ બાળકને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કર્યો હતો અને ત્યાંથી એને વધુ સારવાર માટે વડોદરા એસએસજી ખાતે લઈ જવાયો હતો.જો કે હાલમાએ બાળક સ્વસ્થ છે એવું જાણવા મળ્યું છે.તો બીજી બાજુ કોઈ ફરિયાદી ન બનતાં સાગબારા પોલિસે પિતાને માત્ર અટકાયતી પગલા ભરી જવા દઈ સંતોષ માન્યો હતો. આ આખી ઘટના બાબતે ૬ વર્ષીય ઘાયલ બાળકની પ્રાથમિક સારવાર કરનાર સાગબારા સીએચસીના મેડિકલ ઓફિસર ડો.સીમા શર્માએ જણાવ્યું હતું કે ૧૨/૧૧/૨૦૨૩ ની રાત્રે ૧૧ કલાકે સાગબારાના એક ગામના ૬વર્ષીય બાળકને ૧૦૮ વાનમાં લઈનેએની માતા અને દાદા સીએચસીમાં આવ્યા હતા.એની માતાએ જણાવ્યું હતું કે ચિક્કાર દારૂના નશામાં તેના પતિ ૬ વર્ષિય પુત્રને જમીન પર પટકી પટકીને માર્યો છે.આ ઘટના બાબતે મે સાગબાર પોલીસ મથકમાં નથી કરવી એવું અમને લેખિત આપી દેતા અમે પિતા સામે અટકાયતી પગલાં ભરી જવા દીધો હતો.તો બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમારે જણાવ્યું હતું કે કોઈ ફરિયાદી નહિ થયું હોય એટલે પોલિસેફરિયાદ નહિ કરી હોય.પણ પુત્રને આટલી હદે માર્યો છે એટલે સરકાર ૫ક્ષે પિતા સામે ફરીયાદ દાખલ કરાવીશું. જીલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા સરકાર પક્ષે ફરિયાદ દાખલ કરવાની તજવીજ ચાલી રહી હોવાનું જણાવી આજની મિટિંગમાં પોલીસ અધિક્ષકને લેખિત જાણ કરી આગળની કાર્યવાહી કરવાઅંગેની માહિતી આપી હતી.આ અંગે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભાઈલાલભાઈ પરમારે જણાવ્યું હતું આ કેસની વધુ તપાસ કાર્યવાહી માટે આજ રોજ રાજપીપળા ખાતે બાળ કલ્યાણ સમિતિનાના સદસ્યો તથા જીલ્લા બાલ સુરક્ષા અધિકારી ચેતન પરમારની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજાઈ હતી.જેમાં બાળકને યોગ્ય ન્યાય મળે તેમજ બાળકની સુરક્ષાને ધ્યાન રાખતા, બાળક સાથે થયેલ ધટના સંદર્ભે જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ ની કલમ-૭૫ મુજબ કાર્યવાહી કરવાની થતી હોય બાળ કલ્યાણ સમિતી જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ ની કલમ-૨૭(૯) હેઠળ પ્રથમ વર્ગના જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની સત્તાની રૂએ આદેશ કરવામા આવ્યો છે કે સદર ઘટના સંદર્ભે જરૂરી કાયદેસરની તપાસ કરી સમાજમા યોગ્ય ઉદાગરણ રૂપ દાખલો બેસેતે રીતે જે તે પોલીસ સ્ટેશનના બાળ કલ્યાણ પોલીસ અધિકારી મારફત કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચના આપવામા આવી હોવાનું જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!