(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા ગરુડેશ્વર ગામના પુલ ઉપરથી યુવાન અને યુવતીએ નર્મદા નદીમાં છલાંગ મારી મોતને વ્હાલું કરતા લોકોના ટોળેટોળા નર્મદા નદી કિનારે ઉમટી પડ્યા હતા.
બનાવની વાત કરીએ તો ગરુડેશ્વરના બ્રિજ ઉપરથી શનિવારની સાંજના ચારેક વાગ્યાના સુમારે પ્રેમી યુવક યુવતીએ નર્મદા નદીમાં મોતનો ભૂસ્કો માર્યો હતો.પુલ ઉપરથી નીચે પાણીમાં પટકાતા બંને યુવક યુવતીના મોત નીપજ્યા હતા આ બનાવવાની જાણ આસપાસના ગ્રામજનોને તેમજ અવરજવર કરતા લોકોને થતા લોકોના ટોળે ટોળા પુલ સહિત નર્મદા નદી કિનારે ઉંમટી પડ્યા હતા.યુવક યુવતીએ નર્મદા નદીમાં પુલ ઉપરથી ભુસ્કો માર્યાની ગરુડેશ્વર પોલીસને જાણ થતા ગરૂડેશ્વર પોલીસ ઘટના સ્થળે ત્વરિત જ દોડી આવી હતી અને તરવૈયાઓની મદદથી મૃતકોની લાસો બહાર કાઢી હતી અને તેમની ઓળખ કરતા યુવક વઘરાલીનો હોવાનો અને યુવતી કોસમીયા ગામની હોવાનું જાણવા મળ્યું હતું.જોકે હજુ સુધી મૃતક યુવક યુવતીના વારસદારો પોલીસ સમક્ષ આવ્યા ન હોય લાશોની ઓળખ થઈ ન હોતી,યુવક વાઘરાલી ગામનો અને યુવતી કોસમિયા ગામની હોવાનુ જાણવા મળ્યું છે.બંને યુવક યુવતી વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું ચર્ચાસ્પદ બન્યો છે.
Love You Mummy Pappa કહી નર્મદા જિલ્લાના ગરુડેશ્વર પુલ પરથી યુવક યુવતીએ પડતું મૂક્યું હતું.બંને એ મોતની છલાંગ લગાવતા પેહલા વિડિઓ બનાવ્યો હતો જે સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.