ભરૂચ જીલ્લામાં વહેલી સવારથી જ વાવાઝોડા સાથે કમોસમી વરસાદના કારણે શુક્લતીર્થના ભાતીગળ મેળામાં મ્હાલવા શુકલતીર્થ બેટ પર અંદાજિત ૨૪૦ જેટલા લોકો તંબુ બાંધી રહેતા હતા.જોકે વાતાવરણમાં અચાનક પલટો થવાને કારણે ભારે વરસાદ અને પવનને લોકોમાં ભય ફેલાયો હતો.બેટમાં ફસાયેલા ૨૫ જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.
રવિવારની વહેલી સવારથી જ ભરૂચ જીલ્લામાં માવઠાની અસર જોવા મળી હતી અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વાવાઝોડા અને પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.જેમાં શુકલતીર્થ ના ભાતીગળ મેળામાં નર્મદા નદીના બેટ ખાતે તંબુ બાંધી રહેતા લોકોને ફસાવવાનો વાળો આવ્યો હતો.એકાએક આવેલા વાવાઝોડા ના પગલે તેઓના તંબુઓ ઉડવા લાગતાં તેઓમાં ભય જોવા મળ્યો હતો.તો બીજી તરફ કમોસમી વરસાદના પગલે તંબુઓ પાણીમાં ગરકાવ થતા ફસાતા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાને મદદ માટે લોકો કોલ કરતા તેઓએ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ રવાના કરાયું હતું.ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક પહોંચી સ્થાનિકોની મદદથી બોટ મારફતે ૨૫ જેટલા લોકોને ત્યાંથી સ્થળાંતર કરાવ્યું હતું.તો ઘટનાની જાણ નબીપુર પોલીસ મથકને પણ થતા પોલીસ સબ ઈન્સ્પેકટર કિરણ ચૌધરીએ ટિમ સાથે પહોંચી ફસાયેલા ૨૫ લોકોને સલામત કિનારે ખસેડ્યા માટે મદદે લાગી ગયા હતા.