(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયાના જરસાડ પ્રાથમિક શાળા ખાતેજિલ્લા કલેકટર તુષાર સુમેરાની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી.જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ પ્રવચનમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાએ સરકારની ચાર યોજનાઓની ૧૦૦ટકા જિલ્લાના નાગરિકોને લાભાન્વિત કર્યા બાદ હવે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ૨૨ જેટલી સરકારી યોજનાઓનો લાભ જિલ્લાના તમામ નાગરિકો સુધી પહોંચાડવાનો લક્ષ્ય જિલ્લા વહીવટીતંત્રનો રહેશે. વધુમાં તેમણે ઉમેરતા કહ્યું હતું કે, સરકારની યોજનાઓ એ છત્રીનું કામ કરી રહી છે.જેમ છત્રીનું કવર આપવાથી ભીંજાય નહિ તેમ સરકાર ની યોજનાઓનો લાભ સાચા અર્થે લોકો સુધી પહોંચે તો લોકોનો જીવનધોરણમાં સુધારો ચોક્ક્સ થશે તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું. આ ઉપરાંત આ વખતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ૨૨ જેટલી યોજનાઓના લાભ લાયકાત ધરાવતા લાભાર્થીઓને લાભ અપાવવા સરકાર ખુદ ગામે ગામ જઈને લાભાર્થી લાભ આપવા જઈ રહી છે.તો જિલ્લાના નાગરિકોને પણ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સરકારની વિવિધ યોજનાઓ તથા તે અંગે લાભ દર્શાવતું પ્રદર્શન પણ યોજાયું હતું. આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષી, તાલુકા વિકાસ અધિકારી, તલાટી, સરપંચ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
– ગામની બહેન – દીકરીઓને માથે બેડું લઈને સમસ્યામાંથી કાયમી ધોરણે છુટકારો મળ્યો :
જરસાડ ગામની વિકાસ અંગે ગામના મહિલા ઉપ સરપંચ શબનમબાનુ દિવાન એ જણાવ્યું કે,અમારા ગામમાં “નલ સે જલ યોજના” અંતર્ગત આખા ગામ પીવાનું શુદ્ધ પાણી સીધા અમારા ઘર સુધી પાઈપ લાઈન થકી આવવા લાગ્યું છે.જેથી કરીને પીવાના પાણી માટે ગામની બહેન – દીકરીઓને માથે બેડું લઈને સમસ્યામાંથી કાયમી ધોરણે છુટકારો મળ્યો છે. ઉપરાંત વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતગર્ત ૨૨જેટલી યોજના અમારા ગામમાં આવીને ઊભી છે.જેનો લાભ લઈને ગામ જનોનું પોતાનું જીવન ધોરણમાં ચોક્ક્સ સુધારો આવશે તેમ તેમ સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું.