ભરૂચ,
ભારત સરકારના નાણા વિભાગના રાજ્ય નાણાં મંત્રી ડૉ.ભાગવત કરાડના અધ્યક્ષપદે ભરૂચ જીલ્લામાં સરકારની યોજનાઓમાં વિવિધ બેન્કોના પરફોર્મન્સ અંગેની રિવ્યૂ બેઠક જીલ્લા આયોજન ભવનના સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ સમીક્ષા બેઠકમાં મંત્રી ડૉ.ભાગવત કરાડે નેશનલાઈઝડ તથા ખાનગી બેન્કોના ઉચ્ચ અધિકારીઓ સાથે ભરત સરકારની જનકલયાણને લગતી વિવિધ યોજનાઓમાં બેન્કોના પરફોર્મન્સ પર વિસ્તૃત ચર્ચા વિમર્શ કરી હતી.જીલ્લા વહીવટી તંત્ર તથા દિશા કમિટી દ્વારા મળેલ લાભાર્થીઓને યોજનાકિય લાભ અંગેની કામગીરીથી મંત્રી સંતુષ્ટી વ્યક્ત કરી હતી.
વધુમાં જનકલયાણ અર્થે છેવાડાના માનવીનુ જીવન ધોરણને કેવી રીતે સમાજના મુખ્ય પ્રવાહમાં લાવી શકાય તે માટેના નાણાકીય સમાવેશન અંગેની વિસ્તૃત માર્ગદર્શન મંત્રીએ પૂરું પાડયું હતું.
બેઠકના પ્રારંભે મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ રસપૂર્વક સાંભળ્યો હતો.
બેઠક બાદ મંત્રીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે,વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સરકારની ૨૯ જેટલી યોજનાઓનું ગ્રાઉન્ડ લેવલ પર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અમલીકરણ કરીને લાભાર્થીઓને ગામડાઓમાં જઈને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથના માધ્યમ થકી લાભ આપીને વાંચિતોને વિકાસના પથ પર લાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવશે.
આ બેઠકમાં ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જીલ્લા કલેકટર તુષાર સુમેરા,જીલ્લા વિકાસ અધિકારી પી આર જોષી,અધિક નિવાસી કલેકટર એન આર ધાંધલ,લીડ ડિસ્ટ્રિકટ મેનેજર જીજ્ઞેશ પરમાર,બેન્ક ઓફ બરોડા ભરૂચ ક્ષેત્રના રિજનલ મેનેજર રાજકુમાર કર્ણ તથા વિવિધ બેન્કના ઉચ્ચ અધિકારીઓ,મેનેજર તથા ખાનગી બેન્કના પ્રતિનિધીઓ સહીત જિલ્લાની સંકલન સમીતીના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.