(કિરણસિંહ ગોહિલ)
માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો.આ સ્નેહ મિલન કાર્યક્રમમા
મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતાં.સુમુલ ડેરીના પૂર્વ ચેરમેન રાજુ પાઠક અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ સૌ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
આ પ્રસંગે સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુ ભાઈ પાઠક, દીપક વસાવા,દિનેશ સુરતી,માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ મનહર વસાવા, ઉપપ્રમુખ દીપક ચૌધરી, હરિવદન ચૌધરી,સુરત જીલ્લા પંચાયતના રાજેશ પટેલ, જયેશ પટેલ, અમિષ વસાવા,શામસિંગભાઈ, હરીશ વસાવા તેમજ તાલુકા પંચાયતના સદસ્ય તેમજ કાર્યકર્તા ઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.