(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સમગ્ર ગુજરાતમાં ભાજપનો ડંકો વાગ્યો છે ત્યારે ભાજપના સદસ્યોને દર વર્ષે પ્રશિક્ષણ આપવામાં આવે છે.જે સંદર્ભે નર્મદા જીલ્લા તાલુકા પંચાયતના ભાજપના ૬૬ સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ પોઈચા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો.જે પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ ગીત થી કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન સત્ર માં પ્રશિક્ષણ વર્ગના કન્વીનર ડૉ.પ્રકાશચંદ્ર પટેલ,પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય અશોકભાઇ ધોરાજીયા,નર્મદા જીલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,મહામંત્રી નિલ રાવ,વિક્રમ તડવી,ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ હાજર રહ્યા હતા.
પ્રશિક્ષણ વર્ગમાં ૪ સત્ર લેવામાં આવ્યા હતા.જેમાં પહેલું સત્ર પ્રશિક્ષણ વર્ગના કન્વીનર ડૉ.પ્રકાશચંદ્ર પટેલ એ લીધું હતું.જેમાં ભાજપનો વિચાર અને પરિવાર વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં ગાંધી પરિવારે દેશ સાથે કરેલા ઘોટલા ઓ અને ભાજપ ના મુખ્ય નેતાઓ નું કોંગ્રેસ દ્વારા કરેલા અપમાન વિશે જણાવ્યું હતું.બીજું સત્ર કુશળ જન પ્રતિનિધિત્વ વિશે પ્રદેશ કારોબારી સભ્ય અશોકભાઈ ધોરાજીયા એ લીધું હતું તેમણે જણાવ્યું કે જન પ્રતિનિધિ એ માત્ર ચૂંટણી પૂરતું જ લોકોને મળવાનું નહિ રાખવું જોઈએ અઠવાડિયામાં એક વાર પોતાના બુથ માં જઈ ને મળતા રહેવું જોઈએ જેથી લોકો ની સમસ્યા વિશે માહિતી મળતી રહે અને તેમની સમસ્યાઓ નું નિરાકરણ પણ લાવી શકાય.જન પ્રતિનિધિ તરીકે પોતાનું શુ કામ છે તે જાણવું ખૂબ જરૂરી છે.અહીં બેઠેલા લોકો એ એવું માની લેવાની જરૂર નથી કે કાયમ માટે તેમને જ ટીકીટ મળશે પણ ભાજપ માં સખત મહેનત અને સંઘર્ષ કરનાર કાર્યકર્તાઓની હંમેશા કદર કરવામાં આવે છે ડૉ.દર્શનાબેન દેશમુખનું ઉદાહરણ આપી અશોકભાઈ ધોરાજીયા એ કહ્યું કે રાજકારણમાં ધીરજ પણ રાખવી પડે.ડિસેમ્બરના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં ભાજપ ના ચૂંટાયેલા સદસ્યો ને પ્રશિક્ષિત કરવામાં આવશે.ભાજપમાં નાના કાર્યકરોની કદર થતી હોય છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિચારે છે કે પાર્ટી માટે કામ કરતા નાના માં નાના કાર્યકરો ને તક આપવી છે.જન પ્રતિનિધિ એ પોતાના મતદારો માટે કામ કરવું જોઈએ.જન પ્રતિનિધિએ લોકો નો વિશ્વાસ જીતવો પડે.જનપ્રતિનિધિ ની મૂળભૂત ફરજ એ છે કે નાના માણસોની મદદ કરવી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ અપાવવો જોઈએ. જ્યારે ત્રીજા સત્રમાં રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી કુંવરજી દ્વારા લેવામાં આવ્યું આ સત્રમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ખાસ પી એમ જે વાય કાર્ડ દરેક લોકોના ઘરે મળી રહે તે ખાસ તાલુકા પંચાયત ના સદસ્યો એ ધ્યાન રાખવું જોઈએ અને જો કોઈ પાસે ના હોઈ તો સદસ્યો એ ધ્યાન રાખીને કઢાવી આપવું જોઈએ જેથી કોઈના ઘરમાં બીમાર હોઈ તો આ કાર્ડ દ્વારા સારવાર લઈ શકે.પ્રધાનમંત્રી આવાસ અને મુખ્યમંત્રી આવાસ યોજનાનો લાભ પણ જેને ઘરની જરૂરિયાત છે તે લોકો ને માથા પર છત મળી રહે.પીએમ કિસાન યોજના અંતર્ગત ૨૦૦૦ રૂપિયા કેટલા લોકોને લાભ મળે છે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.છેલ્લા સત્ર એટલે કે ચોથા સત્રમાં અશોકભાઈ ધોરાજીયા એ આખા દિવસ દરમ્યાન યોજાયેલ પ્રશિક્ષણ વર્ગમાં કેટલા સભ્યોએ હાજરી આપી અને પ્રશિક્ષણ વર્ગ માંથી શુ ભાથું લઈને જઈ રહ્યાં છે તેના વિશે સવાલ જવાબ કાર્ય હતા.આ પ્રશિક્ષણ વર્ગ થકી પ્રથમવાર જે લોકો તાલુકા પંચાયત માં ચૂંટાયા છે તેમને ભાજપ શુ છે અને એમની શુ કામગીરી છે તેના વિશે જ્યારે સદસ્ય બન્યા પછી શું કર્યો કરવાના છે તે શીખવાડવા આવ્યું છે.