ભરૂચ,
ભરવાડ સમાજમાં દિવસેને દિવસે કુરિવાજો વધતા જાય છે ત્યારે તેને ડામવા મટે દીકરીની વેદના ગ્રૂપ દ્વારા મહા મુહિમ ઉપાડી લેવા આવ્યું છે.ભરવાડ સમાજે પોતાનું નવું બંધારણ તૈયાર કર્યું છે.જેમાં લગ્ન પ્રસંગમાં કોઈપણ જાતની પહેરામણી લેવી નહીં કે આપવી નહીં.ઉપરાંત કોઈપણ પ્રકારની રોકડ રકમની લેતી દેતી કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.સોનાના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે.એવામાં સામાન્ય પરિવાર અને મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.કારણ કે સમાજની સાથે સાથે ચાલવા માટે લગ્ન પ્રસંગ કે પછી કેટલાક સામાજીક પ્રસંગોમાં સોના અને ચાંદી આપવાનો રિવાજ છે.ખાસ કરીને ભરવાડ સમાજમાં મોટી મોટી પહેરામણી થતી હોય છે.એવામાં મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે.તે માટે દીકરી ની વિદાય ગ્રૂપ દ્વારા સમુહ લગ્નનું આયોજન કરવા આવ્યું હતું, આ સમુહ લગ્ન કુલ ૧૧ નવ દંપતીઓ એ પ્રભુતામાં પગલાં માંડ્યાં તેમજ સાથે સાથે ભરવાડ સમાજને નીરુબેન આહીર દ્વારા સંદેશ આપવા આવ્યો હતો કે આગળ પણ જો ભરવાડ સમાજમાં કોઈ મધ્યમ વર્ગ તેમજ જરૂરિયાતમંદ હસે તો એવા લોકોની દીકરીની વેદના ગ્રૂપ દ્વારા મદદ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી,વાગરાના ધારાસભ્ય અરુણસિંહજી રાણા,ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.