google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, June 16, 2024
HomeGujaratફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે હવે આળસ ખંખેરવાની જરૂર : ભરૂચ બાદ અંકલેશ્વરની...

ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે હવે આળસ ખંખેરવાની જરૂર : ભરૂચ બાદ અંકલેશ્વરની ડીસન્ટ રેસ્ટોરન્ટમાં સેન્ડવીચ માંથી મકોળા નીકળ્યા

- ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીને ફોન કરી ફરિયાદ કરતા અધિકારીએ કહ્યું તમે ફરિયાદ આપો હું સોમવારે તપાસ કરાવીશ - ગ્રાહકે ફોન ઉપર જવાબ આપ્યો સાહેબ લગ્નના ગીત લગ્નમાં જ ગવાય તમે ઊંઘી રહો પત્રકારો આવ્યા છે : ગ્રાહક

ભરૂચ,

ભરૂચના રેસ્ટોરન્ટ અને ઢાબા માંથી જીવાતો નીકળવાની અનેક ફરિયાદો સામે આવી છે અને ત્યાર બાદ પણ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ હજુ આળસ ખંખેડતું નથી ભરૂચના રેસ્ટોરન્ટ બાદ અંકલેશ્વરના ડીસન્ટ રેસ્ટોરન્ટમાં સેન્ડવીચમાં મકોળા નીકળતા ગ્રાહકે ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીને જાણ કરતા અધિકારીએ કહ્યું તમે ફરિયાદ આપો હું સોમવારે તપાસ કરાવી લઈશ ત્યારે હજુ પણ ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ આળસ ન ખંખેરતા હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે જેને લઈ અધિકારીઓની નિષ્ક્રિયતા સામે સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચે તેવી સંભાવના છે.

ભરૂચ જીલ્લામાં રેસ્ટોરન્ટોમાં જીવાત નીકળતી હોવાની સૌ પ્રથમ ફરિયાદ શ્રવણ ચોકડીના લિંક રોડ ઉપર આવેલ હોલીયેસ પીઝા માંથી સામે આવી હતી જેમાં ગ્રાહકના સૂપ માંથી મૃત વંદો નીકળ્યો હતો ગ્રાહકોએ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને ફોન પર કરીને જાણ પણ કરી પરંતુ અધિકારીઓ પોતાની ઊંઘ બગાડીને સ્થળ ઉપર આવી શક્યા ન હતા.જેના કારણે ગ્રાહકોએ મીડિયાનો સંપર્ક કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને બીજા દિવસે ગ્રાહકની ફરિયાદ લેખિતમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીધી હતી અને ત્યાં સુધીમાં તો હોલીયેસ પીઝાના સંચાલકે પોતાનું રેસ્ટોરન્ટ પણ બંધ જ રાખ્યું છે.

તો બીજી તરફ ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ કાઠીયાવાડી ઢાબામાં પણ સ્વાદની મજા માણવા માટે ગ્રાહકો ગયા હતા અને તેઓને પીરસાયેલ સલાડની ટ્રેમાં જીવતો વંદો લટાર મારતો જોવા મળ્યો હતો જેને લઈ ગ્રાહકે વિડીયો બનાવી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.આ સમગ્ર પ્રકરણમાં પણ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા તેઓ સ્થળ ઉપર આવી શક્યા ન હતા.જેથી ગ્રાહકના પરિવારજનોએ કલેકટરને ટેલીફોનીક જાણ કરતા ગણતરી ની મિનિટમાં જ ફ્રુટ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપર દોડી આવી રેસ્ટોરન્ટમાં તપાસ હાથધરી હતી અને રેસ્ટોરન્ટ માં રહેલા એક્સપાયર ડેટ અને ડેટ વગરના વિવિધ મસાલા જથ્થાનો નાશ કરી કાર્યવાહી કરી બંધ કરાવી હતી.

તો શનિવારની મોડી રાત્રિએ અંકલેશ્વરના વાલીયા ચોકડી નજીક આવેલ ડિસન્ટ હોટલમાં કેટલાક મિત્રો ચા – નાસ્તો કરવા ગયા હતા.જેમાં ગ્રાહકે સેન્ડવીચ મંગાવી હતી અને સેન્ડવીચનો પ્રથમ અને બીજી કોળિયો મોઢામાં મુકતા તેનો સ્વાદ અલગ લાગતા સેન્ડવીચને ખોલીને જોતા તેમાં મકોળા નીકળ્યા હતા.જેથી ગ્રાહકે તાત્કાલિક રાત્રીએ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીને ફોન ઉપર સંપર્ક કરવાના પ્રયાસો કર્યા હતા અને ગ્રાહકને કહ્યું હતું કે તમે મારા વોટસઅપ ઉપર ફરિયાદ અને વિડીયો મોકલી આપો હું સોમવારે તપાસ કરાવી લઈશ.જેથી ગ્રાહકે પણ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું સાહેબ તમે ઊંઘી રહો પત્રકારોને આ બાબતે જાણ કરીને બોલાવ્યા છે કારણ કે એક બે નહીં ત્રીજા રેસ્ટોરન્ટ માંથી પણ જીવાતો નીકળી છે ત્યારે હજુ પણ જો ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ ઊંઘતા રહેતા હોય જેને લઈને સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હોવાની માહિતી સાંપડી રહી છે.

– એક કે બે નહીં ત્રીજા રેસ્ટોરન્ટ માંથી પણ જીવાત નીકળી સાહેબ હવે તો આળસ ખંખેરો : ગ્રાહકનો આક્રોશ

ભરૂચ જીલ્લામાં નાના – મોટા સંખ્યા બંધ રેસ્ટોરન્ટો આવેલા છે અને રેસ્ટોરન્ટોમાં રસોડામાં ગંદકીના સામ્રાજ્ય વચ્ચે ઘણી વખત સ્વાદ પ્રેમીઓની વાનગીઓમાં જીવાતો નીકળતી હોવાની ફરિયાદો ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને કરવામાં આવે છે.પરંતુ અધિકારીઓ સ્થળ ઉપર આવવાના બદલે તમે પહેલા લેખિતમાં ફરિયાદ આપો પછી કાર્યવાહી કરીશું તેઓ જવાબ આપતા હોય છે.જેને લઈને ગતરોજ પણ આવી જ ઘટનામાં ગ્રાહકે ફરિયાદ કરી હતી અને ગ્રાહકે પણ કહ્યું સાહેબ એક બે નહીં ત્રીજી ઘટના છે હવે તો આળસ ખંખેરો જેને લઈ હાલ તો આ સમગ્ર રેલો ઉચ્ચ અધિકારી સુધી પણ પહોંચ્યો છે.

– રેસ્ટોરન્ટનું લાઈસન્સ આપનાર અધિકારીઓ શું ફાયર સેફ્ટીની ચકાસણી કરે છે ખરા?

સુરતની તક્ષશિલાની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર સેફટીના સાધનો જરૂરી બની ગયા છે અને ભરૂચમાં પણ સંખ્યા બંધ નાના – મોટા રેસ્ટોરન્ટો આવેલા છે અને રેસ્ટોરન્ટ અને રસોડ ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળતો હોય છે.જ્યારે રેસ્ટોરન્ટોને લાયસન્સ ફાળવવામાં આવે છે તો તેમાં ગ્રાહકો અને હોટલ રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા માટે ફાયર એનઓસીની સુવિધા છે ખરી તેની જવાબદારી કોની? ભરૂચ જીલ્લાના ઘણા  રેસ્ટોરન્ટોમાં ફાયર સેફટીના સાધનો જ નથી જ્યારે આગની ઘટના બને છે ત્યારે ફાયર ફાઈટરને દોડાવવાની ફરજ પડતી હોય છે.

– રેસ્ટોરન્ટ માંથી જીવાત નીકળે તો અધિકારી સ્થળ ઉપર પહોંચે તે બાબતે કલેકટરને રજૂઆત કરાશે : સેજલ દેસાઈ

ભરૂચ જીલ્લાના રેસ્ટોરન્ટો માંથી જીવાતો નીકળતી હોવાની ઘટનાઓ અનેકવાર સામે આવતી હોય છે.જેની જાણ ગ્રાહકો અધિકારીઓને કરતા હોય છે પરંતુ અધિકારીઓ સ્થળ ઉપર આવવાના બદલે ગ્રાહકને ગલ્લા તલ્લા કરતા હોય છે.ભરૂચ જીલ્લામાં ત્રણ રેસ્ટોરન્ટો માંથી આવી જીવાતો નીકળી છે જેને લઈને દિવસ હોય કે રાત્રી કોઈપણ રેસ્ટોરન્ટમાં આવી ફરિયાદ સામે આવે તો અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી સ્થળ ઉપર કાર્યવાહી કરે તે માટે જીલ્લા કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ પણ લેખિત રજૂઆત કરવામાં આવનાર હોવાની ચીમકી પણ સેજલ દેસાઈએ આપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!