google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, May 18, 2024
HomeFitness And LifestyleBad Cholesterol થી મળશે છુટકારો : ગંદા કોલેસ્ટ્રોલનું કામ તમામ કરી નાંખશે...

Bad Cholesterol થી મળશે છુટકારો : ગંદા કોલેસ્ટ્રોલનું કામ તમામ કરી નાંખશે આ ખાસ ચોખા

ફાઇબર ઉપરાંત અનાજમાં થિયામીન (વિટામિન B1), રિબોફ્લેવિન (વિટામિન B2), નિયાસિન (વિટામિન B3), ફોલેટ (વિટામિન B9), આયર્ન, મેગ્નેશિયમ અને સેલેનિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે.

ભારતમાં ઘણા લોકો વધતા કોલેસ્ટ્રોલથી પીડાઈ રહ્યા છે. કોલેસ્ટ્રોલ ગંભીર અને ઝડપથી વધતી સમસ્યા બની રહી છે. જો તેને નિયંત્રિત ન રાખવામાં આવે તો હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાર્ટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે. ત્યારે કોલેસ્ટ્રોલ ઘટાડવાની બાબતે આખું અનાજ શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે. આખું અનાજ ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળી શકે છે, તેમજ હૃદય રોગ, ડાયાબિટીસ, અમુક પ્રકારના કેન્સર અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ ઘટે છે.ત્યારે સૌથી પહેલો પ્રશ્ન થાય કે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે શું ખાવું? આખું અનાજ ખાવાથી કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે, કારણ કે તેમાં ફાઈબરની માત્રા વધુ જોવા મળે છે. માનવામાં આવે છે કે ફાઈબર આંતરડાની કામગીરીમાં સુધારો કરે છે અને કોલેસ્ટ્રોલ બનતો અટકાવે છે.આખા અનાજનો અર્થ સફેદ બ્રેડ, સફેદ ચોખા, સફેદ લોટ નથી. કારણ કે આ બધું બનાવતી વખતે તેમાંથી ફાઈબર, આયર્ન અને ઘણા B વિટામિન્સ દૂર થઈ જાય છે.મેયો ક્લિનિક અનુસાર, આખા ઘઉંના પાસ્તામાં ફાઈબર વધુ માત્રામાં જોવા મળે છે, જે પાચનતંત્રમાં મદદરૂપ થાય છે અને સાથે જ હૃદય રોગ, સ્થૂળતા અને ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે.ફાઇબર ઉપરાંત અનાજમાં થિયામીન (વિટામિન B1), રિબોફ્લેવિન (વિટામિન B2), નિયાસિન (વિટામિન B3), ફોલેટ (વિટામિન B9), આયર્ન, મેગ્નેશિયમ અને સેલેનિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે.

  • બ્રાઉન રાઈસ
    સફેદ ચોખાને બદલે બ્રાઉન રાઈસ ખાવા આપણા સ્વાસ્થ્ય માટે સારા ગણાય છે. બ્રાઉન રેસમાં વધુ ફાઈબર જોવા મળે છે. યુએસડીએ અનુસાર, 1 કપ રાંધેલા લાંબા દાણાવાળા બ્રાઉન રેસમાં 3 ગ્રામ કરતાં વધુ ફાઇબર હોય છે, જ્યારે 1 કપ રાંધેલા લાંબા સફેદ ચોખામાં 1 ગ્રામ કરતાં ઓછું ફાઈબર હોય છે. જણાવી દઈએ કે, બ્રાઉન રાઈસ વિટામિન B, ફોસ્ફરસ અને મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે.
  • રાઈ
    રાઈ ઝડપથી વિકસતું ઘાસનું અનાજ છે, તેનો ઉપયોગ મુખ્યત્વે રાઈની રોટલી અને વ્હિસ્કી બનાવવા માટે થાય છે. ક્લેવલેન્ડ ક્લિનિક અનુસાર, 1 કપ રાઈમાં 12 ગ્રામ ફાઈબર જોવા મળે છે. ફાઈબર LDLને ઘટાડે છે. તેનાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
  • ક્વિનોઆ
    ક્વિનોઆ ગ્લુટેન ફ્રી અનાજ છે, જેમાં વધુ પ્રમાણમાં વિટામિન B હોય છે. ક્વિનોઆમાં પ્રોટીન પણ વધુ જોવા મળે છે. તે એવા ખોરાકમાંથી એક છે, જે માનવ શરીર માટે જરૂરી તમામ 9 આવશ્યક એમિનો એસિડ પૂરા પાડે છે. એક કપ રાંધેલા ક્વિનોઆ,આ લગભગ 8 ગ્રામ પ્રોટીન અને 5 ગ્રામ ફાઇબર હોય છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!