Monday, February 26, 2024
spot_img
HomeGujaratજંબુસર બીએપીએસ મંદિર ખાતે બીજેપીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

જંબુસર બીએપીએસ મંદિર ખાતે બીજેપીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

- લોકસભામાં સાંસદને બહુમતીથી જીતાડવા હાકલ કરી, મારો કાર્યકર્તા,બુથ સમિતિના સભ્યો સહિત મહાન - મતદારોને બીજેપીની વિચારધારા યાદ કરાવવાની અને આ ભાથું પીરસી મતદારો પાસે જવા ડી કે સ્વામીની હાંકલ

(સંજય પટેલ,જંબુસર)

ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન નવી ઉર્જા,નવીન ઉમંગ, અને ઉત્સાહ સાથે વીતે એવી ભાવના સાથે જંબુસર બીએપીએસ મંદિર ખાતે જંબુસર આમોદ તાલુકાનું સ્નેહમિલન સાંસદ મનસુખભાઈ વસાવા ની ઉપસ્થિતિમાં યોજાયું.જેમાં જિલ્લા અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયા,ધારાસભ્ય ડી કે સ્વામી,પ્રભારી અશોકભાઈ પટેલ,વિસ્તારક હર્ષભાઈ વ્યાસ,વિદ્યાનંદજી મહારાજ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લામાં યોજાનાર સ્નેહમિલનના કાર્યક્રમોનો જંબુસર થી પ્રારંભ કરાયો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની નીગરાની હેઠળ લોક કલ્યાણ કાર્યોને છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તેવા પ્રયત્નો તમામ કાર્યકર્તાઓએ કરવાના રહેશે. આગામી લોકસભામાં સાંસદને બહુમતીથી જીતાડવા હાકલ કરી, મારો કાર્યકર્તા, બુથ સમિતિના સભ્યો સહિત મહાન છે. ભાજપનો કાર્યકર્તા લોકો વચ્ચે જઈ ડબલ એન્જિનની સરકારની વિકાસની વાતો લઈ જઈ શકે છે. તેવો વિકાસ કર્યો છે. તે સૌના પરિશ્રમનું ફળ છે.તારીખ 29 થી વિકસિત ભારત વિકાસ યાત્રા જંબુસર તાલુકામાં ફરશે અને ગુજરાત સરકારની સત્તર યોજનાના લાભ સ્થળ પર મળશે તો તેમાં સહભાગી થવા મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું.

આપણે બધા ભાગ્યશાળી છે દુનિયાની સૌથી મોટી પાર્ટી બીજેપીના કાર્યકર્તા છે.આગામી દિવસોમાં આવનાર ચૂંટણીમાં જીત માટે સૌ કાર્યકર્તાઓએ કામે લાગવાનું છે. બીજેપીના ઉમેદવારને પ્રચંડ બહુમતીથી જીતી લાવવા અપીલ કરી,મતદારોને બીજેપીની વિચારધારા યાદ કરાવવાની અને આ ભાથું પીરસી મતદારો પાસે જવા ડી કે સ્વામી એ જણાવ્યું હતું.

આ સહિત સાંસદ મનસુખભાઈ વસાવા એ જણાવ્યું હતું કે સંગઠનના કારણે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે છે. સાચા અર્થમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પ્રધાન સેવક છે. દેશની જનતા દેશના વિકાસમાં જોડાઈ તે માટે વિકાસલક્ષી યોજનાઓ મૂકી છે. રાષ્ટ્રને મજબૂત બનાવી પરમ વૈભવ શિખર સુધી પહોંચાડવા કાર્ય કરી રહ્યા છે. ભૂતકાળમાં પૂર્વ સરકારે ભૂલો કરી છે તે પરત્વે ધ્યાન આપવું પડશે. સમયની સાથે કોંગ્રેસ નાબૂદ થઈ તેનું કારણ ભ્રષ્ટાચાર છે. કોંગ્રેસે પાર્ટીને બચાવવાની ચિંતા કરી છે.મનમોહનસિંઘના કાર્યકાળમાં દેશને ખોખલો કર્યો છે,જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી બનતા કાયદો વ્યવસ્થા મજબૂત બનાવી દેશના કેટલાય ઠેકેદારો મનમાંની કરતા હતા તેના પર લગામ આવી, સરહદો સુરક્ષિત અને આંતકવાદ નાબૂદ કર્યો છે. સાચા અર્થમાં ભારત દેશ મજબૂત બન્યો હોય તો નરેન્દ્ર મોદીના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં નેતૃત્વના ગુણ તથા જન કલ્યાણ ની ભાવના છે.સરકારની અલગ અલગ યોજનાઓ છે. શિક્ષિત બેરોજગારો માટે રોજગાર લક્ષી યોજનાઓ સમાજમાં પહોંચાડવી પડશે.શિક્ષણમાં પણ વિશેષ ધ્યાન આપી iti પર ભાર મુકવા જણાવ્યું યુવાનો જે ટ્રેડમાં અભ્યાસ કરી રહ્યા છે.તેમા નિષ્ણાત બનવા જણાવ્યું હતું.ભારતીય જનતા પાર્ટી મૂલ્ય આધારિત પાર્ટી છે તેમ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!