ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરના હાંસોટના પંડવાઈ સુગરથી ખરચ તરફ જતાં રોડ પર દત્તાત્રેય આશ્રમ પાસે બંધ બોડીના ટેમ્પો માંથી રૂ.૧૫.૭૬ લાખનો વિદેશી દારૂ અને ટ્રક મળી કુલ રૂ.૨૫.૭૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ LCB પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે કોસંબાથી સાહોલ તરફ બંધ બોડીનો ટ્રક નં.એમએચ ૦૪ ઈએલ ૪૫૭ માં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે પંડવાઈ સુગરથી ખરચ તરફ જતાં રોડ ઉપર દત્તાત્રેય આશ્રમ પાસે દરોડા પાડ્યા હતા.જેમાં પોલીસને સ્થળ પરથી ઉભેલ હાલતમાં બાતમીવાળો ટ્રક મળી આવ્યો હતો.પોલીસે ટ્રકમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની ૧૨ હજાર ૮૮૬ નંગ બોટલ મળી આવી હતી.પોલીસે રૂ.૧૫.૭૬ લાખનો દારૂ અને રૂ.૧૦ લાખનો ટ્રક મળી કુલ રૂ.૨૫.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ સાથે જ ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી છે.