google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, May 7, 2024
HomeGujaratજુના ભરૂચમાં ચૈતર વસાવાને ભૃગુઋષિના વંશજે રક્તતિલક કરી વિજય ભવઃ ના આશિર્વાદ...

જુના ભરૂચમાં ચૈતર વસાવાને ભૃગુઋષિના વંશજે રક્તતિલક કરી વિજય ભવઃ ના આશિર્વાદ આપ્યા

- ૩૫ વર્ષ પહેલા ભાજપના ઉમેદવારને રક્તતિલક કરતા કમળ ખીલ્યું હતું : ૨૦૨૪ માં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારને રક્તતિલક બાદ પરિવર્તન થશે? - કોંગ્રેસ અને આપના ગઠબંધનના ઉમેદવાર જૂન ભરૂચમાં પ્રચાર અર્થે નીકળતા લોકોએ અનોખી રીતે આવકાર આપ્યો

ભરૂચ,
ભરૂચ લોકસભાની બેઠક ઉપર ચૂંટણી જંગમાં મામા – ભાણેજ સામે રસાકસીનો જંગ જામનાર છે.આ બેઠક ઉપર ૧૯૮૯ માં પ્રથમ વિધાનસભાના ભાજપના ઉમેદવારને રક્તતિલક કરતા કમળ ખીલ્યું હતું.જયારે હાલના પ્રચારમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારને રક્ત તિલક કરાતા આ બેઠક ઉપર ભૃગુઋષિના વંશજે રક્તતિલક કરતા આ વખતે નવા જુનાના અણસારો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
ભરૂચ જીલ્લા લોકસભા બેઠક ઉપર ઈન્ડિયા ગઠબંધન ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચ શહેરના કસક વિસ્તાર માંથી પ્રચાર પ્રસાર શરુ કરતા ભાજપના ગઢમાં લોકોનો સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો.ધોળીકૂઈ માંથી પ્રચાર પ્રસાર કરતા કરતા જુના ભરૂચમાં પ્રચાર અર્થે પહોંચેલા ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસવાનું ભૃગુઋષિના વંશજ ભાર્ગવ બ્રાહ્મણ હેમલ વિણએ પોતાનો અંગુઠો ચીરી ચૈતર વસાવાના કપાળ ઉપર રક્તતિલક કરી વિજય ભવઃ ના આશિર્વાદ સાથે સ્વાગત કરતા ઈન્ડિયા ગઠબંધન ઉમેદવાર પણ ગદગદ થઈ ગયા હતા.
જોકે ભૃગુઋષિના વંશજ ભાર્ગવ બ્રાહ્મણ હેમલ વિણે જણાવ્યું હતું કે ૧૯૮૯ માં ભાજપના વિધાનસભાના પ્રથમ ઉમેદવાર બિપિન શાહને રક્ત તિલક કર્યું હતું અને ભરૂચમાં ભાજપમાં પ્રથમ કમળ ખીલ્યું હતું અને સતત ત્રણ વાર તેઓ ધારાસભ્ય બન્યા હતા અને શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા હતા.હાલમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા પણ જૂન ભરૂચમાં પ્રચાર અર્થે આવતા તેઓને પણ રક્તતિલક કર્યું છે.એટલે આ બેઠક ઉપર નવા જૂની થશે અને ભૃગુ નગરીની તપોભૂમિ ઉપર ભૃગુઋષિના વંશજ તરીકે ભૃગુભુમી ઉપર લોકસભા વિસ્તારમાં આવનાર ઉમેદવારને વિજય ભવઃ ના આશીર્વાદ આપ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સતત છ ટર્મથી ભાજપના મનસુખ વસાવા સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને સાતમી વાર પણ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તો બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા ચૂંટણી જંગમાં છે અને તેઓને ભૃગુરુષિના વંશજ ભાર્ગવ બ્રાહ્મણ હેમલ વિણ ધ્વારા રક્તતિલક કરી વિજય ભવઃ ના આશિર્વાદ આપ્યા છે ત્યારે આ વખતે ભરૂચ બેઠક ઉપર પરિવર્તન આવે છે તે જોવું રહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!