ભરૂચ,
અંક્લેશ્વરના જીતાલી ગામના નવી નગરીમાં ખુલ્લામાં જુગાર રમતા ત્રણ જુગારીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા.પોલીસે તેમની પાસેથી કુલ ૪૭ હજારનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ભરૂચ જીલ્લા પોલીસવડા મયુર ચાવડાની સૂચના અને અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન માહિતીના જીતાલી ગામમાં નવી નગરીમાં દરગાહ ગ્રાઉન્ડમાં પાણીની ટાંકી પાસે મોબાઈલ ટોર્ચના અંજવાળે ખુલ્લી જગ્યામાં પાથરણું પાથરી કેટલાક માણસો ભેગા જુગાર રમે છે.જેમાં આધારે પોલીસ ટીમે માહિતીના આધારે જીતાલી ગામમાં નવી નગરી પાસે આવેલી દરગાહ ગ્રાઉન્ડમાં પાણીની ટાંકી પાસેથી યાશીન ગુલામ વશી,અવિનાશ અરવિંદભાઈ વસાવા અને બાબુ વિશ્વાસભાઈ વસાવાને રંગે હાથોએ જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.પોલીસે ત્રણેય વિરુધ્ધ કાર્યવાહી હાથધરી એલસીબી ટીમે જુગાર દરમ્યાન દાવ પર અને અંગજડતી માંથી રૂ.૧૭ હજાર,૨ મોબાઈલ કિં રૂ.૧૦ હજાર અને એક મોટર સાયકલની કિં.રૂ.૨૦ હજાર મળીને કુલ રૂ.૪૭ હજારનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય વિરુધ્ધ જુગારધારા કલમો મુજબની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
અંકલેશ્વરના જીતાલીની નવીનગરીના ખુલ્લા ગ્રાઉન્ડ માંથી એલસીબી પોલીસે ૩ જુગારીઓને ઝડપી પાડયા
પોલીસે ૪૭ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી