google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 3, 2024
HomeCrimeલોભ તો જોવો…સસ્તા ભાવે ડોલર ખરીદવા જતાં અઢી લાખ ગુમાવ્યા

લોભ તો જોવો…સસ્તા ભાવે ડોલર ખરીદવા જતાં અઢી લાખ ગુમાવ્યા

સુરત ખાતે રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા એક કોન્ટ્રાક્ટરને અજાણ્યા ગઠિયાઓએ સસ્તા ભાવે ડોલર આપવાની લાલચ આપી પેટલાદ તાલુકાના વડદલા પાટીયા નજીક બોલાવી ૧૦૦ ડોલરના બંડલના બદલે ૧ ડોલરનું બંડલ આપી છેતરપિંડી આચરી હોવા અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

સુરતમાં રહેતા દિનેશચંદ્ર હીરાલાલ રાણા મકાન લે-વેચ તથા બાંધકામનો ધંધો કરતા હતા. ગત એપ્રિલ ૨૦૨૩માં તેમને ફોન આવ્યો હતો અને સામેથી બોલતા શખ્સે કપડવંજથી બોલું છું તેમ કહી સુરતમાં મકાન લેવું છે, મારી પાસે ૨૫ વીઘા જમીન છે પરંતુ રોકડા રૂપિયા નથી તેવી વાત કરી હતી. સાથે સાથે પોતાની પાસે અમેરીકન ડોલર છે, જે સસ્તા ભાવે આપવાના છે તેમ પણ જણાવ્યું હતું.

એકાદ માસ બાદ ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ મેહુલ તરીકે આપી હતી અને ડોલર જોવા હોય તો આણંદ આવવાનું કહેતા દિનેશચંદ્ર પત્ની સાથે આણંદ આવ્યા હતા. જ્યાં મેહુલ નામની વ્યક્તિ મળી હતી અને ૧૦૦ ડોલરની એક નોટ બતાવી હતી. જેની સત્યતા ચકાસ્યા બાદ ખરીદવાની ઈચ્છા દર્શાવી તેઓ પરત સુરત ગયા હતા. ગત તા.૬ ઓગષ્ટ, ૨૦૨૩ના રોજ મેહુલે ફોન કરી ફરિયાદીને તારાપુર-ધર્મજ હાઈવે માર્ગ ઉપર આવેલા વડદલા ગામ નજીક બોલાવ્યા હતા. જ્યાં મેહુલે ડોલરનું બંડલ તેમને આપ્યું હતું. દિનેશચંદ્રએ તેને રોકડા રૂા.૨.૫૦ લાખ આપ્યા હતા, જે લઈને શખ્સ ફરાર થઈ ગયો હતો. બીજી તરફ આપેલા બંડલમાં રૂા.૧૦૦ના દરના ડોલરના બંડલની જગ્યાએ રૂા.૧ ના દરના ડોલરનું બંડલ હતું. જે અંગે તેમણે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!