google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, May 5, 2024
HomeGujaratભરૂચની ડૉ.ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે બે દિવસીય વ્યવસાયલક્ષી સમર સેમિનાર યોજાયો

ભરૂચની ડૉ.ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે બે દિવસીય વ્યવસાયલક્ષી સમર સેમિનાર યોજાયો

ભરૂચ,
ભરૂચ શહેરમાં ડૉક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ તેમજ શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક શાળામાં વ્યવસાયલક્ષી સમર સેમિનાર તેમજ ડાન્સ કલાસ,બ્યુટી પાર્લર તેમજ પ્રૌઢ શિક્ષણ વર્ગોનો આજથી બે દિવસ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ઉનાળુ વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે વેકેશન દરમ્યાન નવરાશની પળોમાં વિધાર્થીઓમાં સ્કિલ શક્તિ ખીલવવાના ભાગરૂપે શાળાઓમાં વિવિધ એક્ટિવિટીસ તેમજ સમર કેમ્પના આયોજનો કરવામાં આવી રહ્યા છે.જે અંતર્ગત અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ સંચાલિત ડૉક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ તેમજ શ્રીમતી ચંદાબેન ભાઈ દાસ પ્રાથમિક શાળામાં વ્યવસાયલક્ષી સમર સેમિનાર તેમજ ડાન્સ કલાસ બ્યુટી પાર્લર તેમજ પ્રૌઢ શિક્ષણ વર્ગોનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં વાલીઓ,વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ સહિત શિક્ષકો પણ જોડાયા હતા.ડોકટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોજાયેલ બે દિવસીય વ્યવસાયલક્ષી સમર સેમિનારમાં શહેરના જાણીતા તજજ્ઞોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.જેમાં સ્પોકન ઈંગ્લીશમાં મિહિર ઠાકોર,પ્રોફેસર નરેશ પટેલ,એન્જીનીયર બિપિનચંદ્ર જગડીશવાળા,સિવિલ એન્જીનીયર અરુણ સોલંકી,બ્યુટી પાર્લરમાં કુસુમબેન મકવાણા,જ્યારે ડાન્સમાં ભાવિક જાદવે માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.સમગ્ર કાર્યક્રમની માહિતી શાળાના આચાર્ય એમ વી વાઘેલાએ આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!