google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, September 9, 2024
HomeStoriesપ્રાથમિક શાળામાં ભણેલી અંકલેશ્વરના ગરીબ પરિવારની આદિવાસી દિકરી વડોદરાની ડેપ્યુટી કલેક્ટર બની

પ્રાથમિક શાળામાં ભણેલી અંકલેશ્વરના ગરીબ પરિવારની આદિવાસી દિકરી વડોદરાની ડેપ્યુટી કલેક્ટર બની

- ડેપ્યુટી કલેકટર તરીકે ઊર્મિલાબેન રાઠોડ ૧૯મી ડિસેમ્બરે વડોદરા હરણી ખેતીવાડી વિભાગમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ચાર્જ સંભાળશે - માતા - પિતાએ આપેલા મોબાઈલનો દીકરીએ સદુપયોગ કરી ડેપ્યુટી કલેકટર સુધીનું જ્ઞાન મેળવ્યું - માતા - પિતાએ વ્યાજે રૂપિયા લઈને પણ દીકરી ઊર્મિલાને ડેપ્યુટી કલેક્ટર બનાવતા પરિવાર સાથે આસપાસના રહીશોમાં પણ ખુશી - ઊર્મિબેન રાઠોડ ધો.૧ થી ૧૨ સુધી નથી કર્યું કોઈ ટ્યુશન : ડેપ્યુટી કલેક્ટર બનવા માટે પણ નથી કર્યા કોઈ ક્લાસ : મોબાઈલ તેના માટે અભ્યાસનું સાધન બન્યું

ભરૂચ,
માતા-પિતા અભણ હોવા છતાં દીકરી ઉચ્ચ શિક્ષણ મેળવે તેના તમામ પ્રયાસો કર્યા અને આખરે માતા-પિતાના સહકારથી એક દીકરી કે જેણીને મામલતદારનો જોઈન્ટ લેટર પોસ્ટ મારફતે મોકલ્યો પરંતુ ગામ લોકોએ તેને જાણ ન કરતા આખરે અંકલેશ્વર પંથકના જીતાલી ગામની દીકરીએ ડેપ્યુટી કલેક્ટર બનવા માટે પણ તનતોડ મહેનત કરી અને ૧૯ મી ડિસેમ્બરે ગરીબ પરિવારની દીકરી વડોદરામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ચાર્જ લેનાર છે.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પંથકના જીતાલી ગામે રહેતા ભરતભાઈ રાઠોડ કે જેઓ એક પણ ચોપડી સુધીનો અભ્યાસ કર્યો નથી અને તેમની પત્નીએ પણ માત્ર ૪ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.જેના માતા પિતાએ ઉંચો અભ્યાસ ન મેળવ્યો હોય અને તેઓની દીકરી જ્યારે ડેપ્યુટી કલેક્ટર બને તો કેટલી ખુશી હોય બસ આવી જ ખુશી આદિવાસી પરિવારમાં જોવા મળી રહી છે.ભરતભાઈ રાઠોડની દીકરી ઊર્મિલા રાઠોડ ડેપ્યુટી કલેક્ટર બની ગઈ છે.તેણીનો જન્મ ૧૨ એપ્રિલ ૨૦૦૦ માં થયો હતો અને ધોરણ ૧ થી ૭ સુધીનો અભ્યાસ જીતાલી ગામની પ્રાથમિક શાળામાં કર્યો અને તેમાં પણ કોઈ ખાનગી ટ્યુશન પણ ન કર્યું અને ત્યાર બાદ ધોરણ ૮ થી ૧૦ અંકલેશ્વરના જીતાલી ગામમાં જ કર્યું અને ધોરણ ૧૧ અને ૧૨ અંકલેશ્વરની જ લાઈન્સ સ્કૂલમાં કર્યું પરંતુ ૧ થી ૧૨ ધોરણ સુધીના અભ્યાસમાં ઊર્મિલાબેન રાઠોડએ ખાનગી ટ્યુશન કર્યું જ નથી તદુપરાંત કડકિયા કોલેજમાં પણ ગ્રેજ્યુએશન કર્યું અને તેણીનું મામલતદાર તરીકેનો નિમણુંક પત્ર પણ તેણીના જન્મ સ્થળ એટલે કે સંતરામપુરના માલણપુર ગામે ગયો હતો અને ગામના કોઈ વ્યક્તિએ તે ટપાલ લીધી હતી પરંતુ ઊર્મિલાબેન રાઠોડ સુધી ન પહોંચતા તેણીએ વધુ મહેનત કરી જીપીએસ સુધી અભ્યાસ કર્યો અને ડેપ્યુટી કલેક્ટર તરીકે તેની નિમણુંક થઈ અને તેણીની આજે વડોદરાના હરણી ખેતીવાડી વિભાગના ડેપ્યુટી કલેક્ટર તરીકે ૧૯ મી ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ ચાર્જ લેનાર છે.
ડેપ્યુટી કલેક્ટર તરીકે ઊર્મિલાબેન રાઠોડ પોતાના ઘરમાં સામાન્ય બનીને રહે છે સાથે તેની માતા સાડીનું ભરત કામનું વર્ક કરે છે અને તેમાં પણ તેઓ સહકાર આપે છે અને તેણીની આજે પણ પોતાના પરિવારમાં કોઈ ડેપ્યુટી કલેક્ટર તરીકેનો કોઈપણ અહમ વિના જોવા મળે છે.પરંતુ ઊર્મિલાબેન રાઠોડની પ્રગતિ પાછળ સૌથી વધારે સિંહ ફાળો માતા-પિતાનો છે અને માતા-પિતા પણ હજુ સુધી આ દીકરીને કલેકટર સુધી પહોંચવાના આર્શીવાદ પણ આપી રહ્યા છે.
ઊર્મિલાબેન રાઠોડ કોણ છે અને તેની રહેણી કહેણી કેવી છે આ સંપૂર્ણ માહિતી મેળવવા માટે તેણીના ઘરે પહોંચતા તે એક સામાન્ય ગરીબ પરિવારની હોવાનું સામે આવ્યું હતું અને એક નળિયા જેવા મકાનમાં રહેતી ઊર્મિલાબેન રાઠોડ ડેપ્યુટી કલેકટર તરીકે હાલમાં ટ્રેનિંગ અર્થે રેલ્વે ટ્રેન મારફતે અવરજવર કરતા હોય અને આ વાતને લઈ માતા-પિતામાં પણ હર્ષ અને ખુશી જોવા મળી છે અને પરિવાર કરતાં વધુ ખુશી તેની આસપાસના પાડોશીઓમાં જોવા મળી રહી છે.
ગુજરાતમાં શિક્ષણમાં સૌથી વધારે યુવાન કરતાં યુવતીઓ વધુ આગળ છે.ઘણી વખત માતા-પિતામાં દીકરીનો જન્મ થાય તો તે બોજ હોવાનું માની દુઃખ વ્યક્ત કરાતું હોય છે.પરંતુ જે દીકરીને માતા – પિતાએ ઉછેળીને મોટી કરી હોય અને તે જ્યારે માતા – પિતાનું ગર્વથી માથું ઊંચકે તેવું કામ કરે છે ત્યારે માતા – પિતા પણ ગર્વ મહેસુસ કરે છે અને આવું જ એક આદિવાસી પરિવારમાં થયું છે.ખાનગી ટ્યુશનમાં ખર્ચ વિના અને સરકારી શાળામાં ભણી મોબાઈલ થકી તેણીની આજે ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચી ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!