અંકલેશ્વરના બોરભાઠા ગામમાં આવેલા જળકુંડ નજીક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોનાના ઘરેણાં મળી અંદાજીત ૫ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.આ મામલે મકાન માલિકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના બોરભાઠા ગામમાં આવેલા જળકુંડ નજીક રહેતા સરસ્વતી રાજેશ પરમાર દિવાળીના તહેવાર નિમિત્તે બહાર ગામ ગયા હતા.આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.
તસ્કરોએ મકાનમાં રહેલા અંદાજિત ૧૭ તોલા સોનું તેમજ રોકડા અઢી લાખ રૂપિયા મળી અંદાજિત ૫ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ચોરી અંગે મકાન માલિકને જાણ થતાં તેઓએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવતા પોલીસે તપાસ હાથધરી હતી.