google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, May 19, 2024
HomeGujaratઝઘડિયા - વાલિયા રોડ પર વૃક્ષનો કેટલોક ભાગ તુટી પડતા થોડોક સમય...

ઝઘડિયા – વાલિયા રોડ પર વૃક્ષનો કેટલોક ભાગ તુટી પડતા થોડોક સમય માટે વાહન ચાલકો અટવાયા

- ઝઘડિયા અને જીઆઈડીસી પોલીસ દ્વારા તાત્કાલિક માર્ગ પરથી અવરોધ હટાવવાની કામગીરી કરાતા રાહત

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયાથી વાલિયા તરફ જવાના મુખ્ય માર્ગ પર આજે સવારના એક મોટા વૃક્ષનો કેટલોક ભાગ રોડ પર પડી જતા થોડોક સમય માટે વાહન ચાલકોને અટવાવાનો વારો આવ્યો હતો,જોકે ઘટનાની જાણ થતાં ઝઘડિયા જીઆઈડીસી પીએસઆઈ રાઠોડ અને ઝઘડિયા પીઆઈ વાળાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ફાયર ફાયટરોની મદદથી રોડ પર પડેલ વૃક્ષને હટાવવાની કામગીરી હાથધરી હતી.ત્યાર બાદ વનવિભાગ દ્વારા પણ ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું.ઝઘડિયા વાલિયા જવાના મુખ્ય માર્ગ પર ફુલવાડી ટર્નિંગ નજીક આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. તંત્ર દ્વારા રોડ પર પડેલ વૃક્ષનો અવરોધ દુર કરાતા વાહનચાલકોએ રાહત અનુભવી હતી અને વાહનવ્યવહાર પુર્વવત થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!