google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratભરૂચ લોકસભા બેઠક ઉપર સવારથીજ ૧૮૯૩ મતદાન મથકો ઉપર મતદાનનો પ્રારંભ થતા...

ભરૂચ લોકસભા બેઠક ઉપર સવારથીજ ૧૮૯૩ મતદાન મથકો ઉપર મતદાનનો પ્રારંભ થતા મતદારો ઉમટ્યા

- વહેલી સવાર ના ૭ વાગ્યાથી મતદાન માટે મતદારોની કતારો જામી : ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન કરાયું - નારાયણ વિદ્યાવિહાર નજીક આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે બબાલનો વિડીયો વાયરલ - ભરૂચ લોકસભા બેઠકના ડેડીયાપાડા અને વાગરા ઉપર મતદાનની ટકાવારી વધુ રહેતા રાજકીય નેતાઓની ચિંતાઓ વધી

ભરૂચ,
ભરૂચ લોકસભા બેઠક ઉપર ૧૩ ઉમેદવારોના ભાવિ માટે મતદાન પ્રક્રિયા સવારે ૭ વાગ્યાથી ૧૮૯૩ મતદાન મથકો ઉપર શરુ કરાયું હતું.જેના પગલે મતદારોએ પણ ઉનાળાની ગરમીને ધ્યાને રાખી મતદાન કરવા માટે મતદાન મથકો ઉપર ડોટ મૂકી હતી.જોકે ૧૨ વાગ્યા બાદ તાપમાનનો પાળો શરુ થતા જ મતદાન મથકો ઉપર મતદાનની ટકાવારી ઘટતી જોવા મળી રહી હતી.જોકે ઘણા મતદાન મથકોની ૧૦૦ મીટરની હદમાં જ વિવિધ પક્ષોના કાર્યકરોના ટેબલ બુથ જોવા મળતા અને રાજકીય પક્ષને મતદાન કરતાં ઈવીએમ સાથેના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ચૂંટણી વિભાગે કાર્યવાહી કરી હતી.
ભરૂચ લોકસભા મત વિસ્તારમાં ડેડીયાપાડા,કરજણ અને ભરૂચની પાંચ વિધાનસભા મળી ૭ વિધાનસભા મતવિસ્તારમાં લોકસભા બેઠક માટે મતદાન પ્રક્રિયા ૭ મે ના સવારના ૭ વાગ્યાથી મતવિસ્તારમાં ૧૮૯૩ મતદાન મથકો ઉપર ઈવીએમ મશીન મૂકી મતદાન પ્રક્રિયા કરાવવામાં આવતા મતદારોએ લોકશાહીના મહાપર્વ મનાવવામાં માટે સવારથી જ મતદાન મથકો ઉપર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા લાંબી કતારો જમાવી હતી અને સવારથી મતદારો પોતાનો મત આપી આંગળીના મતદાન ના ચિહ્નન સાથેના ફોટા પાડી સોશ્યલ મીડિયા ઉપર મુક્યા હતા અને મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સંવેદનશીલ મતદાન મથકો ઉપર એસઆરપી સહિતના જવાનો ખડેપગે રહી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા કરાઈ હતી.
ભરૂચ જીલ્લામાં લોકશાહીનું મહાપર્વ જામી રહ્યું છે.ત્યારે ભરૂચ જીલ્લા કલેકટર તુષાર સુમેરાએ પોતાની પત્ની સાથે મતદારોની કતાર માં ઉભા રહી મતદાન કર્યું હતું અને મતદારો પણ મતદાન કરવા જાગૃત થાય તેવી અપીલ કરવા સાથે મતદારોને લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાન કરવા અપીલ કરી હતી.
મનસુખ વસાવા તેઓ ભરૂચ લોકસભાંનાં ઉમેદવાર હોવા છતાં પોતાને મત નહીં આપી શકતા તેમનું નામ રાજપીપલા ખાતે મતદાર યાદીમાં નામ હોવાથી આજે તેમણે છોટાઉદેપુરની બેઠક ઉપરના ઉમેદવારને રાજપીપલાની મહારાજા રાજેન્દ્રસિંહ શાળામાં મતદાન કર્યું હતું.જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા ડેડીયાપાડા તાલુકાના બોગેજ ગામની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું.બોગજ ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં મતદાન પોતાની બન્ને પત્ની વર્ષાબેન અને શકુંતલા બેન સાથે મતદાન કર્યું હતું.
ભરૂચ નગરપાલિકામાં ચેતન સોલંકી ફરજ નિભાવે છે અને તેને ચૂંટણીલક્ષી માહિતગાર હોવા છતાં હરખપદુડો બની ભાજપને ઈવીએમ મશીનમાં મતદાન કર્યું હોવાનો ફોટો મોબાઈલમાં પાડી સોશ્યલ મીડિયા ઉપર મુકતા ચૂંટણી પંચના મતદાન મથક ઉપર મોબાઈલ નહિ લઈ જવાના પ્રતિબંધ હોવા છતાં મોબાઈલ લઈ જતા ચૂંટણી વિભાગના જાહેરનામાનો ભંગ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું.
ભરૂચ લોકસભા મતવિસ્તારમાં પુખ્ત વયના થયેલા યુવાન અને યુવતીઓને પ્રથમ વખત મતદાન કરવાનો મોકો મળતા ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાન કરી તેઓએ પણ આવનાર યુવા પેઢીને મતદાન કેમ કરવું તે અંગેનો સંદેશો આપ્યો છે અને દરેક મતદાર પોતાનું કામ છોડીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ પ્રથમ વખત મતદાન કરનાર યુકે અને યુવતીઓએ કરી હતી.

લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી અને ચૂંટણીમાં મતદાન કરવું મહત્વનું છે.જેના પગલે ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે વરરાજા કમલેશ વસાવાએ લોકશાહીમાં ભાગીદાર થવા સાથે પ્રભુતામાં પગલાં પડતાં પહેલા લગ્નની પીઠી સાથે મતદાન કરવા પહોંચ્યો હતો અને મતદાન બાદ લગ્ન જીવન સાથે બંધનાર છે.તો બીજી તરફ જંબુસર તાલુકાના બોજાદરા ગામે લગ્નમાં કન્યાએ વરરાજા સાથે વિદાય લેતા પહેલા મતદાન કરવાની ઈચ્છા સાથે કન્યા મિત્તલ ઠાકોર નામની દુલ્હન બોજાદરા ગામે મતદાન કરી બાબુલ કી દુઆ લેતી જા જા તુજકો સુખી સંસાર મીલે ના સોન્ગ સાથે વરરાજા સાથે રડતી આંખે વિદાય લીધી હતી.
રાજ્યસભાના સાંસદ અને સોનિયા ગાંધીના સલાહકાર મર્હુમ અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે સવારે કબ્રસ્તાનમાં પિતાની કબર ઉપર પહોંચી દુઆઓ કરી પિરામણ ગામે મતદાન મથક ઉપર પહોંચી મતદાન કર્યું હતું અને પોતાના પિતાને યાદ કરવા સાથે મતદારો વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.
ભરૂચના પશ્ચિમ વિસ્તારના કિન્નર સમાજનો અખાડો આવેલો છે અને અખાડામાં વસતા કિન્નર સમાજને પણ વિધાનસભા બાદ લોકસભામાં મતદાન કરવાનો મોકો મળતા કિન્નર સમાજના લોકોએ સમૂહમાં મતદાન કરી મતદારો પણ પોતાના કુટુંબ સાથે મતદાન કરી લોકશાહીને ઉજાગર કરે તેવી અપીલ કિન્નર સમાજના અગ્રણી કોકીલા કુંવર નાયકએ જણાવ્યું હતું.

લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક હરિભક્ત ભાઈ – બહેનો પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરે અને અવશ્ય મતદાન કરવા પ્રગટ ગુરુહરી પરમ પૂજ્ય પ્રબોધ જીવનદાસ સ્વામીજીએ આજ્ઞા કરેલી તેને ફળીભૂત કરવા જંબુસર હરિપ્રબોધમ પરિવારે સામૂહિક મતદાન કરી લોકશાહીના પર્વમાં દરેકને મતદાન કરવા અપીલ કરી હતી.
ભરૂચ કલેકટર કચેરીની બાજુમાં આવેલ બહુમાળી બિલ્ડિંગમાં વોર્ડ નંબર ૪ નું મતદાન મથક હોય અને આ મતદાન મથકની ૧૦૦ મીટર દૂર કાર્યકરો નું ટેબલ હોવું જોઈએ પરંતુ તેમના ટેબલ મતદાન મથક ના 50 મીટરમાં મુકવામાં આવ્યું હોય અને ભાજપ પક્ષના સિમ્બોલની પાછળ મતદારોને સ્લીપ નંબર લખી આપી આચારસહિંતા ભંગ કરતો હોવાનો વિડીયો વાયરલ થતા આખરે પોલીસે અને ચૂંટણી અધિકારીઓએ ટેબલો દૂર કરાવવાની ફરજ પડી હતી.

ભરૂચ લોકસભા બેઠક પર બપોરે ૧ વાગ્યા સુધી સરેરાશ ૪૩.૧૨ ટકા મતદાન

  • દેડિયાપાડા ૫૫%
  • અંકલેશ્વર ૩૮.૫૫%
  • ભરૂચ ૩૬.૧૨%
  • જંબુસર ૪૦.૪૧%
  • ઝઘડિયા ૪૮.૪૭%
  • કરજણ ૪૧.૧૨%
  • વાગરા ૪૪.૩૫% ટકા મતદાન
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!