google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, May 19, 2024
HomeGujaratરાજપીપળામાં છત્રવિલાસ મતદાન મથકનું ઈવીએમ યુનિટ ખોટકાયું

રાજપીપળામાં છત્રવિલાસ મતદાન મથકનું ઈવીએમ યુનિટ ખોટકાયું

- કંટ્રોલ યુનિટ એકદમ બંધ થતા મતદાન એક કલાક અટક્યું : સ્થાનિક અધિકારીએ જિલ્લા કક્ષા એ રજુઆત કરતા તાત્કાલિક ટેકનિકલ સ્ટાફ દોડી આવ્યા : યુનિની બેટરી ડાઉન થઈ જતાં મુખ્ય કંટ્રોલ યુનિટ જ ખોટકયું હતું

કંટ્રોલ યુનિટ એકદમ બંધ થતા મતદાન એક કલાક અટક્યું : સ્થાનિક અધિકારીએ જિલ્લા કક્ષા એ રજુઆત કરતા તાત્કાલિક ટેકનિકલ સ્ટાફ દોડી આવ્યા : યુનિની બેટરી ડાઉન થઈ જતાં મુખ્ય કંટ્રોલ યુનિટ જ ખોટકયું હતું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા ગરમી હોવા છતાં બહાર નીકળ્યા હતા ત્યારે રાજપીપળા માં છત્રવિલાસ ખાતે આવેલ મતદાન મથકનું યુનિટ અચાનક ખોટકાઈ જતા દોડધામ મચી જવા પામી હતી.
છોટાઉદેપુર લોકસભા મતવિસ્તાર નું મતદાન યુનિટ ખોટકાતા તંત્ર માં દોડધામ મચી ગઈ હતી.અહીં કોઈ ટેક્નિકલ કારણોસર કંટ્રોલ યુનિટ એકદમ બંધ થઈ હતા જેને કારણે મતદાન એક કલાક અટકી ગયું હતું.જોકે સ્થાનિક અધિકારીએ જિલ્લા કક્ષા એ રજુઆત કરતા તાત્કાલિક ટેકનિકલ સ્ટાફ દોડી આવ્યાહતા.યુનિટ ની બેટરી ડાઉન થઈ જતાં મુખ્ય કંટ્રોલ યુનિટ જ ખોટકયું હતું કંટ્રોલ યુનિટ ખોટકાતા મતદારો ની ભીડ જામી હતી.મતદારોમાં ગરમીમાં લાઈનોમાં ઊભા રહેતા રોષે ભરાયા હતા.એક કલાક લાઈનમાં ઉભેલા કેટલાક મતદારો રાહજોઈ ઘરે પાછા ગયા હતા.આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!