ભરૂચ,
સપનાની ઉડાન ઘણી ઉંચી હોય અને જો હિંમત હોય તો તમે દરેક મુશ્કેલીને પાર કરીને તમારા સપના સુધી પહોંચી શકો છો.કંઈક આવું જ ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવતી આતિર્થ સોસાયટીના યુવાન ૨૦ વર્ષીય સૌરભ ચોધરી એ સાર્થક કરી બતાવ્યું છે.જેને તાલીમ લઈ કુલ ૨૦૦ કલાક પૂર્ણ કરીને પાયલોટ બનવાનું લાયસન્સ પ્રાપ્ત કરતા પરિવારમાં ખુશી જોવા મળી રહી છે.
મૂળ હરિયાણાના ચૌધરી પરિવારનો દીકરો સૌરભ ચોધરીનું પાંચ વર્ષની ઉંમરથી જ સપનું હતું કે તે પાયલોટ બનીને ઉંચી ઉડાન ભરે જે આજે આ ચૌધરી પરિવારના દીકરાએ પોતાના સપનાને સાકાર કરીને તેના પિતાનું અને સાથો સાથ ચૌધરી પરિવાર અને જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.૨૦ વર્ષીય સૌરભ જયારે પહેલી વખત પ્લેનમાં બેઠો હતો ત્યારે તેની ઉંમર માત્ર પાંચ વર્ષની હતી અને તેના પિતાની ઈચ્છા હતી કે પોતાની મોટી દીકરીને પાયલોટ બનાવવી પરંતુ કોઈ કારણોસર એ શક્ય ન બનતા આખરે તેમના પિતાની ઈચ્છા પાયલોટ બની પુત્રએ પૂર્ણ કરી હતી.સૌરભના પિતાની ઈચ્છા પૂર્ણ કરવા જ્યારે દીકરાએ ૧૨ સાયન્સ પછી પાયલોટ બનવાની ઈચ્છા વ્યક્ત કરી તે સમયે પિતાએ પણ પુત્ર પાયલોટ બને તે માટે તેને પૂરે પૂરો સપોર્ટ કર્યો હતો.
સૌરભના અભ્યાસની વાત કરવામાં આવે તો તેણે ૧૨ સાયન્સ કર્યા DGCA માં એડમિશન લઈ ૭૦ ટકા ઉપર પાર્સિંગ મૉકસ મેળવી સૌપ્રથમ પુના ખાતે નાના એરક્રાફ્ટ ઉડાવ્યા હતા.ત્યાર બાદ તેઓ પ્રથમ વખત ઈન્ડોનેશિયા બોઈંગ 737 પ્લેનમાં ટ્રેનર પાયલોટ તરીકે ફરજ બજાવી લાયસન્સ મેળવી હાલ જ પોતાના ઘરે બે દિવસ અગાઉ ભરૂચ પરત ફર્યા છે.
વધુ વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આવનાર વર્ષ ૨૦૨૪ સુધીમાં તેઓ સ્વતંત્ર પાયલોટ કેપ્ટન બની બોઈંગ વિમન ઉડાવવાની તેઓ તૈયારી કરી રહ્યા છે.